અત્રેના શ્રી ઉમિયા માતાજી કેમ્પસ (સોલા)ના પ્રાંગણમાં કેન્દ્રિય સમાજના અમદાવાદ ઝોન પ્રેરિત ૧૪મા સમૂહ લગ્નોત્સવમાં ૭ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડીને આયોજનને સફળતા અપાવી હતી.
અમદાવાદ ઝોનના પ્રમુખ શ્રી મણીભાઈ વી. લીંબાણી અને મહામંત્રી શ્રી હરેશભાઈ રામાણી તથા સમૂહ લગ્ન આયોજન સમિતિના અધ્યક્ષ શ્રી બાબુભાઈ એમ. માકાણી તથા મહામંત્રી શ્રી જયંતિભાઈ પોકારના માર્ગદર્શનમાં ઝોનની વિવિધ સમિતિઓએ આયોજન/વ્યવસ્થા સંભાળે હતી.
આપ્રસંગે કેન્દ્રિય સમાજના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભાવાણી, મહામંત્રી શ્રી (ડો.) અશોકભાઈ ભાવાણી અને મહામંત્રી શ્રી અમૃતભાઈ નાકરાણી ઉપરાંત ઝોનના અન્ય મહાનુભાવો સર્વ શ્રી નરસિંહભાઈ સાંખલા, પૂર્વ પ્રમુખ શ્રી CA આર.એન. પટેલ, ડૉ. વિઠ્ઠલભાઈ ભાવાણી, ડો. વિપુલભાઈ છાભૈયા વિ. હાજર રહ્યા હતા.
સમૂહ લગ્નના તમામ કાર્યક્રમો નિયત સમયે પૂર્ણ થયા હતા. યુવાસંઘ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ૩૫ રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવીય ફરજ અદા કરી હતી.
(વિગતવાર અહેવાલ “પાટીદાર સંદેશ”ના ડિસેમ્બર અંકમાં પ્રકાશિત કરવામાં આવશે... - તંત્રીઓ)