કચ્છજા વાવડ / ચાલતા યંત્રે.. વરસાદ ખેંચાતા કચ્છમાં ચિંતાના વાદળો ઘેરાયાં


નખત્રાણા : (અમારા પ્રતિનિધિ શ્રી ઈશ્વરભાઈ માવજી ભગત દ્વાર)

હવામાન ખાતાની આગાહી મુજબ ચાલુ વર્ષે સમગ્ર રાષ્ટ્રમાં ૧૦૦%, ઉપરાંત વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવેલ. ચાલુ વર્ષે “અલલિનોના” બદલે “લાનિનો”
વરસાદ લાવવાનું મોટું કારણ બનશે. જુલાઈ મહિનો પુરો થઈ રહ્યો છે ત્યારે સમગ્ર પશ્ચિમ ભારતમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં એવરેજ
વરસાદની કમી વર્તાઈ રહી છે. જ્યારે ઉતરાંચલ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં વરસાદથી ખૂબ જ મોટું નુક્સાન થઈ રહ્યું છે. માદરે વતન કચ્છમાં પણ સારી
આગાહીથી સૌ કોઈ ખુશ હતા પરંતુ વરસાદ ખેંચાતો ચાલ્યો તેમ કચ્છીજનોની અધિરાઈ વધી રહી છે. કચ્છમાં આ લખાય છે ત્યાં સુધી માત્ર દોઢથી બે ઈંચ (૩૫
દ્ધદ્ધ થી ૫૦ દ્વદ્ધ) એવરેજ માત્ર વરસાદ પડ્યો છે. આગામી શ્રાવણ માસમાં વરસાદ તરફ મીટ માંડીને સૌ ઈંતજાર કરી રહ્યા છે.

ક્ચ્છમાં કોટડા (જ.), વિથોણ,

ભૂજ જેવા અનેક સેન્ટરોમાં વરસાદ માટે મેઘયજ્ઞ કરવામાં આવ્યા છતાં મેઘરાજાના રિસામણાં હજુ ચાલુ રહ્યાં છે. શ્રાવણની શરૂઆતમાં જ ધોધમાર વરસાદ આવી
જાય તો ઠીક નહીતર જન્માષ્ટમીના તહેવારોનો ઉમંગ થોડો ફિકો લાગશે. કચ્છમાં અને કચ્છ બહાર રહેતા કચ્છીઓને વહેલી તકે મેઘલાડુનું જમણ મળે એ જ
ભગવાન લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના.

(લખ્યા તા. ૩૦-૭-૨૦૧૬)