જ્યાં ૧૨૦૦+ ગાયોનું પાલન-પોષણ અને નિભાવ થઈ રહ્યો છે... તે નખત્રાણા ગૌશાળા ખાતે...
“પાટીદાર સંદેશ”ના તંત્રીશ્રી અને કેન્દ્રિય સમાજના પ્રમુખશ્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું
નખત્રાણા: આજે તા. ૨૪-૧૧-૨૦૨૬ના સવારે ૧૦-૦૦ વાગે નખત્રાણા ગૌશાળાની ટુંકી મુલાકાતનું આયોજન કેન્દ્રિય સમાજના ટ્રસ્ટી અને “પાટીદાર સંદેશ”ના પરિવારજનો જેવા ડૉ. શાંતિલાલ સેંઘાણી દ્વારા ગોઠવવામાં આવેલ. આ પ્રસંગે યોગાનુયોગ કેન્દ્રિય સમાજના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભાવાણી અને આપણા જ ડૉ. અશોકભાઈ ભાવાણી (ધનસુરા) તથા કચ્છ ઝોન ચેરમેન શ્રી પ્રવિણભાઈ કેસરાણી (નખત્રાણા) હાજર રહેલ.
ગૌશાળાના સંચાલકો તરફથી તંત્રી શ્રી શામજીભાઈ અને ગોપાલબાપાનું શાલ અને માથે પાઘડી પહેરાવીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનના પ્રત્યુત્તરમાં તંત્રી શ્રી શામજીભાઈએ ગૌશાળાની પ્રવૃત્તિઓના પ્રચાર-પ્રસારની ખાત્રી આપી હતી અને “પાટીદાર સંદેશ” તરફથી અને તેમની વ્યક્તિગત એક-એક તિથિ રૂા. ૫,૫૫૫/-ની જાહેરાત કરી હતી. વડીલ શ્રી ગોપાલભાઈ, ડૉ. અશોકભાઈ (ધનસુરા) અને એ સમયે કોલકત્તાથી હાજર શ્રી વાલજીભાઈ (દેવપર યક્ષ)એ પણ નવરાત્રી પ્રસંગે એકત્ર થયેલ રકમ ગૌશાળાને અર્પણ કરી હતી.
આ પ્રસંગે ગૌશાળા ખાતે સર્વ શ્રી મંગળભાઈ કેસરાણી (ગોવા), બહેચરભાઈ સુરાણી (બેંગ્લોર), ડાહ્યાભાઈ સેંઘાણી (નખત્રાણા), છગનભાઈ ધનાણી અને હિરાભાઈ છાભૈયા (બેંગ્લોર) વિ.એ હાજર રહીને તંત્રીશ્રી તથા મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને ગૌશાળાની વર્તમાન તથા ભાવિ યોજનાઓની વિગતે જાણકારી આપી હતી.
આ ગૌશાળામાં હાલમાં ૧૨૦૦થી વધુ ગાયોનું પાલનપોષણ અને નિભાવ થઈ રહ્યો છે, જે ખૂબ જ વિકટ અને અઘરી કામગીરી વર્તમાન સંચાલકો નિભાવી રહ્યા છે, જે નોંધનીય છે.
(તંત્રી શ્રી શામજીભાઈના વિશેષ સન્માન બદલ ગૌશાળાના સંચાલકોનો આભાર માનીએ છીએ... – તંત્રીઓ)