્રરરામંગલધામ આશ્રમ (નાગલપર) : (અમારા પ્રતિનિધિ શ્રી શાંતિલાલ એ. લીંબાણી, વિથોણ દ્વારા)ક્ર/રરા
અત્રે સુશ્રી ભગવતી જયશ્રીદીદીની ૨૫મી કથા તેમની જન્મ ભોમકા ખાતે યોજવામાં આવી હતી. તા. ૧૮-૫-૧૬ થી તા. ૨૪-૫-૧૬ સુધી મંગલધામ ગોકુલધામ બની
ગયું હતું. શ્રી વસ્તાભાઈ નાનજીભાઈ ધોળુ અને જશોદાબેન વસ્તાભાઈ ધોળુ પરિવારના મુખ્ય યજમાનપદે ભવ્ય કથાનું આયોજન કરવામાં આવેલ. યજમાન
પરિવારના પુત્રો ચંપાબેન દિનેશભાઈ, ભાઈ શ્રી છગનભાઈ ધોળુ, અમિતભાઈ ધોળુ, મયુરીબેન અમિતભાઈ, કિશનકુમાર, હિતેશકુમાર અને કુ. એકતા યજમાનપદે
બિરાજ્યાં હતાં.
તા. ૨૮-પની સવારે લક્ષ્મીનારાયણ મંદિરેથી પોથીયાત્રા કથા સ્થળ સુધી આવી હતી. આમંત્રિત સંતોના કરકમળો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કથાનો શુભારંભ
કરવામાં આવેલ. કથામાં આવતા પાવન પ્રસંગો રામ અવતાર, વામન અવતાર, નૃસિંહ અવતાર, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ અને સુદામા
ચરિત્રનું વર્ણન યજમાન પરિવારે ઈશ્વરીય પરિધાન ધારણ કરીને નાટ્ય પ્રસ્તુતિરૂપે ખૂબ જ ભાવથી ઉજવણી કરી હતી.
વ્યાસપીઠ ઉપરથી ધર્મસંદેશ આપતાં પૂ. જયશ્રીદીદીએ જણાવ્યું કે ભક્તિ પરમાત્માની પ્રતીતિ કરાવે છે. રામ અને કૃષ્ણના આદર્શો ઉપર ચાલતો માનવ ધાર્મિક છે.
સત્યના માર્ગે ચાલનાર વ્યક્તિ કે જીવ માત્ર સનાતન ધર્મનો અનુયાયી છે. સમર્પણ સાધનાની પાઠશાળા છે. કથા ભક્તિની મહાવિધાલય છે. મા-બાપ સૃષ્ટિના
દેવાધીદેવ છે. નાગલપર ગામના સંપૂર્ણ સહયોગથી કથા મંડપ વૃંદાવન જેવો રળીયામણો બની ગયો હતો.
નાગલપર યુવક મંડળ અને મહિલા મંડળનું પૂર્ણ યોગદાન મળ્યું હતું. ભાવિકોની ભીડને કારણે કથા મંડપ પણ નાનો પડ્યો હતો. ૧૦થી વધુ ગામના ભાવિકોએ
કથા શ્રવણ અને મહાપ્રસાદ લીધો હતો. પરિવારનો આર્થિક ફાળો કથાને સફળ બનાવવામાં સહયોગરૂપ બનેલ. સંગીતના સથવારે યોજાયેલ શ્રીમદ્ ભાગવત
કથામાં રાસ, સંતવાણી અને સંત પ્રવચનો કરવામાં આવ્યા હતા. આમ પૂ. દીદીની ૨૫મી કથા યાદગાર બની રહી હતી.