વિથોણ (ક્ચ્છ) : (અમારા પ્રતિનિધિ શ્રી શાંતિલાલ એ. લીંબાણી દ્વારા)
ચારસો વર્ષની પરંપરાને વિથોણ ગામ આજે પણ અનુસરે છે. ધજા, માતર, ચોખાની થાળ, શ્રીફળની ચડતર અને પ્રસાદીની આપ-લે આજે પણ થાય છે. અષાઢી
બીજે પૂ. ખેતાબાપાની સમાધીએ ભાવિકો ભક્તો બાપાશ્રીને માથુ ટેકાવતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામે છે. છ એકરનું સંકુલ પણ અષાઢી બીજે નાનું પડે છે.
અષાઢી બીજના વહેલી સવારે નરનારીઓ માથે થાળ ધારણ કરીને પૂ. ખેતાબાપાના ગુણગાન ગાતા પરિસરમાં આવે છે. જ્યાં સામુહિક ચડતર થાય છે. સાથે રાસ
પણ લેવાય છે. પાલખી યાત્રા, ધજા રોપણ અને મહાઆરતીના કાર્યક્રમો યોજવામાં આવે છે. રાત્રે મહારાસ યોજાય છે. અષાઢી પર્વની ઉજવણીમાં દાતાશ્રીઓ પણ
મન મુકીને દાનનો ધોધ વહેવડાવે છે.
ભોજનના દાતા શ્રી કાનજી કરસન સુરાણી (કોટડા-ચ.), મહાઆરતીના યજમાન શ્રી મણિલાલ મેઘજી ભગત (કોટડા-ચ.), પાલખી યાત્રાના યજમાન શ્રી
પચાણભાઈ કરમશી ખેતાણી, સમાધી મંદિર નૂતન ધજા રોપણના દાતા શ્રી શામજી મનજી નાકરાણી, ખેતેશ્વર મહાદેવ ધજા રોપણના દાતા રામ ભરોસે, શિવજીબાપા
સમાધી ધજા રોપણના દાતા શ્રી ચંદુલાલ મનજી પદમાણી વિગેરે દાતાશ્રીઓનું સંસ્થાએ પ્રતિક ભેટ સાથે સન્માન કર્યું હતું.
બપોર પછીના સત્રમાં વિથોણ ગામ વગર વરસાદે ભીંજાયું હતું. ગામની બેડાધારી બહેનો દ્વારા પ્રથમ ખેતાબાપાના ચરણ પખાળવા પરિસરે પહોંચી હતી. જ્યાં
સમાધી વશ ગામના દિવ્ય આત્માને સ્નાન કરાવ્યું હતું અને ત્યાર પછી ગામના ચોકમાં કતારબંધ બેઠેલા ૫૦ વર્ષથી ઉપર વડીલોને ગામની પુત્રવધૂઓએ પિતૃભાવે
સ્નાન કરાવ્યું હતું અને પછી ચોખા પાણીની છોળો શેરીએ શેરીએ ઉડવા લાગી હતી. જો જો કોઈ કોરૂં ના રહી જાય તેવા મૈત્રીભાવથી દરેક નાના-મોટા અષાઢી
પર્વના હિલોળે ચઢયા હતા. કોઈ છત ઉપરથી તો કોઈ શેરીઓ અને ડેલીએ પાણીની બાલદી ભરીને ઉભા હતા. એક જ વાત જો જો હો કોઈ કોફં ના રહી જાય.
યુવાન હૈયા માટે અને ગામના જમાઈરાજ માટે આ પર્વ યાદગાર નજરાણું બની રહે છે. પટેલને પલાળજો જેવી ચીસોથી શેરીઓમાં દોડાદોડી મચી જાય છે. એકાદ
કલાકના મનોરંજન પછી પર્વને વિરામ આપવામાં આવે છે.
“વિથોણના શેરી દશ્યો જોવા માટે અષાઢી બીજે વિથોણ આવજોપ તમારં પાણીથી સ્વાગત કરશું એવું આમંત્રણ આપવામાં આવે છે.”