મહારાષ્ટ્ર / સો મીલ ભડકે બળી : લાખોનું નુકશાન


(પ્રતિનિધિ : નાગપુરથી રસિકલાલ ડી.ચોપડા દ્વારા)

નાગપુર : સો મીલ ભડકે બળી : લાખોનું નુકશાન

નાગપુર : મા ઉમિયા ઔધોગિક સહકારી વસાહત, ભંડારા રોડ, કાપસી સ્થિત શ્રી સુરેશભાઈ અને શ્રી દિપકભાઈ રમેશભાઈ ઘોઘારી (કચ્છમાં નારણપર) ની ઘોઘારી ટિંમ્બર માર્ટ માં શમી સાંજે આગ લગતા લાખોનું નુકસાન થયેલ છે.

હજુ દિવાળી પછી સો મિલો નિયમિત ચાલુ પણ થયેલ નહોતી. ૩૦/૧૧/૨૦૨૩ ના સંધ્યા પૂજા કરી સૌ ધરે પહોંચ્યા હતા. ત્યારે શમી સાંજે ૮ વાગે સો મીલમાં આગ લાગવાની જાણ થતાં સમાજ ના યુવા ભાઈઓ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આગના મુખમાંથી જેટલો બચી શકે તેટલો સાગવાન લાકડાનો તૈયાર માલ બહાર કાઢવા લાગી ગયેલ. ફાયર ફાઈટર ની ગાડી પહોંચે તે પહેલાં આગે વિશાળ રૂપ ધારણ કરી લીધેલ. બાજુમાં અડોઅડ આવેલ અન્ય સો મીલોમા આગ પ્રસરે નહિ તેવા પ્રયાસો બાદ આગને કાબૂમાં લીધેલ. પણ આગ ઓલવાય તે પહેલાં ઘોઘારી ટીમ્બર માર્ટ ની મશીનરી સહિત લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયેલ. શોર્ટ સર્કિટ થી આગ લાગી હોય તેવું અનુમાન લગાવી રહ્યા છે.

લક્કડગંજ સમાજ અને ઝોન સમાજના પદાધિકારી ઘટના સ્થળે જઈ સો મીલ માલિક શ્રી સુરેશભાઈ અને શ્રી દિપકભાઇ ને સત્વના આપેલ અને જરૂર જણાતાં મદદ માટે આશ્વાસન આપેલ.