દક્ષિણ ભારત / કેન્દ્રિય યુવાસંઘના કણટિક રીજીયનની કારોબારી સભા તથા વાર્ષિક સામાન્ય સભાનો અહેવાલ


બેંગ્લોર : (શ્રી વસંતલાલ કેશવલાલ ગોરાણી દ્વારા)

ગત તા. ૧૬-૬-૨૦૧૬ને શનિવારે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ, દક્ષિણ કર્ણાટક રીજીયનની કારોબારી સભાનું આયોજન અત્રે લાલબાગ
યુવક મંડળના નેજા હેઠળ પ્રમુખ શ્રી નરસિંહભાઈ મગનભાઈ પોકારના અધ્યક્ષપદે મળેલ, જેમાં યુવક મંડળના કારોબારી સભ્યો ઉપરાંત સલાહકાર તરીકે શ્રી
દક્ષિણ કર્ણાટક કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના મહામંત્રી શ્રી વસતંભાઈ ગોરાણીએ પણ હાજરી આપેલ.

યુવાસંઘના મહામંત્રી શ્રી પ્રતાપભાઈ લીંબાણીએ સ્થાન ગ્રહણ કર્યા બાદ સામુહિક પ્રાર્થના કરવામાં આવેલ. શ્રી હિતેશ મેઘાણી દ્વારા ગત મીનીટસ બુકનું વાંચન
તથા શ્રી ભરતભાઈ હળપાણી દ્વારા ગત વર્ષના હિસાબ રજૂ કરવામાં આવ્યો. આવેલ પત્રોનું વાંચન પી.આર.ઓ. દિનેશ લીંબાણી દ્વારા કરવામાં આવેલ. ખુલ્લા
મંચમાં દરેકે પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા. દરેક યુવા મંડળના સભ્યોએ ગત બે વર્ષ દરમ્યાન કરેલ કામગીરીનો રીપોર્ટ આપ્યો હતો. તેમાં ૧૩ થીમોના
કન્વીનર તથા ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ પોકારે થીમ પ્રકારે કામ ઓછું થયું છે એમ જણાવેલ. ગત વર્ષમાં યુવાસંઘ દ્વારા જે બે મોટા મહાકાય કાર્યક્રમો કરવામાં
આવ્યા હતા તેની તૈયારીમાં હતા. તેમાં યુવા ઓલમ્પિયાડમાં દક્ષિણ કર્ણાટકને પાંચમા નંબરે સ્થાન અપાવીને યુવાનોએ દક્ષિણ કર્ણાટક ઝોનને ગૌરવ અપાવેલ છે.
શ્રી વસંતભાઈ ગોરાણીએ પોતાના મંતવ્યમાં “તમે યુવાનો સમાજના વિકાસ માટે તથા સામાજિક કાર્ય કરવા માટે યોજનાઓ બનાવો, સાથે મળીને એને સરળ રીતે
પાર પાડશું” એવું આશ્વાસન આપેલ. પ્રકાશ માવાણી (મુંબઈ)એ પોતાના મંતવ્યમાં “યુવાસંઘ કોણ છે ?”, “યુવાસંઘ તમે પોતે જ છો” તેવી રજૂઆત કરેલ. માજી
પ્રમુખ શ્રી મણિલાલ લીંબાણીએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. પ્રમુખ શ્રી નરસિંહભાઈ પોકારે જણાવેલ કે મારા મિત્રો, આપણે સાથે મળીને બે વર્ષમાં જે કાર્યો
કર્યા તે સરળતાથી પાર પાડ્યાં. આવતા બે વર્ષમાં આનાથી પણ કંઈક નવું આવતી ટીમ કરી બતાવશે તેવી આશા રાખીએ.

તા. ૧૭-૭-૧૬ને રવિવારે આગલા દિવસના સ્થળે પ્રમુખ શ્રી નરસિંહભાઈ પોકારના અધ્યક્ષપદે વાર્ષિક સામાન્ય સભાની શરૂઆત કરવામાં આવી. સ્થાનિક
સમાજની બાળાઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવેલ. મિનિટબુકનું વાંચન, ગત વર્ષના હિસાબોની રજૂઆત તથા આવેલ પત્રોનું વાંચન કરવામાં આવેલ. શ્રી દક્ષિણ
કર્ણાટક કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખ શ્રી ખીમજીબાપા પોકાર તથા મહામંત્રી શ્રી વસંતભાઈ ગોરાણી તેમજ સ્થાનિક સમાજના
પ્રમુખ શ્રી મણિભાઈ પોકાર તથા તેમની ટીમના મહામંત્રી, ઉપપ્રમુખ વિગેરે હાજર રહેલ. કેન્દ્રિય યુવાસંઘના પ્રમુખ શ્રી નિતીનભાઈ લીંબાણી તથા યુવા ઉપપ્રમુખ શ્રી
રવિલાલ ધોળુ, રામસેતુ કાઉન્સિલના મહામંત્રી હરિલાલ રૂ્‌ડાણી તથા કેન્દ્રિય યુવાસંઘના ખજાનચી મનિષભાઈ રૂડાણી હાજર રહેલ.

શ્રી વસંતભાઈ ગોરાણીએ જણાવ્યું હતું કે દક્ષિણ કર્ણાટક ઝોનના દરેક ઘટક સમાજોમાં નારાયણબાપાની જન્મ જ્યંતિ ઉજવવાનો ખાસ આગ્રહ રાખ્યો હતો. છેલ્લે
પ્રમુખ શ્રી નરસિંહભાઈ પોકારે જણાવેલ કે અમારા કાર્યકાળમાં ક્યાંક ભુલ થઈ હોય તો ક્ષમા કરશો. મને જેવો સાથ-સહકાર આપ્યો, તેવો જ સહકાર આવનાર
ટીમને પણ આપજો તેવી આશા વ્યક્ત કરેલ. ચૂંટણી પંચોની સાથે મળીને આગામી બે વર્ષ માટેની નવી ટીમની વ્યૂહ રચના બનાવેલ અને આગળ જણાવેલ પ્રમાણે
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ, કર્ણાટક રીજીયનની નવી ટીમની નીચે મુજબ રચના કરેલ.

પ્રમુખ : શ્રી રમેશભાઈ મનજીભાઈ રવાણી (લાલબાગ, બેંગ્લોર) , ઉપપ્રમુખ : શ્રી ચંદ્રકાંતભાઈ વિશ્રામભાઈ પોકાર (દાવણગેરે) , માજીપ્રમુખ : શ્રી નરસિંહભાઈ
મગનભાઈ પોકાર (પીણ્યા, બેંગ્લોર) , ડિવિઝન પ્રમુખો સર્વશ્રી : (૧) કાંતિલાલ રવિલાલ પોકાર (પીણ્યા, બેંગ્લોર) અને (૨) રોમિતકુમાર મંજુનાથભાઈ રૂડાણી
(હરિહર), રીજીયન મહામંત્રી : શ્રી દિનેશકુમાર નરસિંહભાઈ લીંબાણી (ચિકમગલુર), રીજીયન સહમંત્રી : શ્રી મહેશકુમાર પચાણભાઈ રવાણી (મૈસુર રોડ,
બેંગ્લોર) , ડિવિઝન મંત્રીઓ સર્વશ્રી : (૧) વિનોદભાઈ રામજીભાઈ ભાવાણી (દોટ્ટબાલાપુર) અને (૨) કેતનકુમાર રામજીભાઈ ડાહ્યાણી (ઈન્દિરાનગર, બેંગ્લોર) ,
રીજીયન ખજાનચીઓ સર્વશ્રી : રમેશકુમાર લધારામભાઈ લીંબાણી (યલહંકા, બેંગ્લોર) અને જયેશકુમાર હસમુખભાઈ ભાવાણી (તુમકુર), કેન્દ્રિય સભ્યો સર્વશ્રી :
(૧) મનસુખભાઈ જીવરાજભાઈ નાથાણી (ઉડુપી), (૨) દિનેશભાઈ મનજીભાઈ ડાહ્યાણી (મૈસુર રોડ, બેંગ્લોર), (૩) સંગીતાબેન દિનેશભાઈ ડાહ્યાણી (મૈસુર રોડ,
બેંગ્લોર), ઓડીટર : શ્રી લલીતભાઈ અરજણભાઈ ભાવાણી (લાલબાગ, બેંગ્લોર) અને પી.આર.ઓ. : શ્રી મનોજકુમાર ખીમજીભાઈ પોકાર (નેલમંગલા, બેંગ્લોર) .