સિકન્દ્રાબાદ : (અમારા પ્રતિનિધિ શ્રી કાંતિલાલ પ્રેમજી ગોરાણી દ્વારા)
અત્રે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ (હૈદ્રાબાદ-સિકન્દ્રાબાદ)ની વાર્ષિક સામાન્ય સભા તા. ૧૦-૭-૨૦૧૬ના રોજ સમાજના પ્રમુખ શ્રી કાંતિલાલ પ્રેમજી ગોરાણીના
અધ્યક્ષપદે મળેલ. ગત વર્ષની સામાન્ય સભાની મીનીટબુકનું વાંચન મંત્રી શ્રી દેવજીભાઈ રામજી પોકારે, વાર્ષિક હિસાબો ખજાનચી શ્રી કરમશીભાઈ ડાહ્યાભાઈ
પાચાણીએ તથા ટ્રસ્ટી મંડળનો અહેવાલ ટ્રસ્ટી ચેરમેન શ્રી પુંજાલાલ રામજી સુરાણીએ રજૂ કરતાં જણાવેલ કે ઉમા ભવનનું ઉદ્ઘાટન, આર.સી.પુરમનું બાંધકામ
તથા ઉમિયાધામ (મેડયલ)નું બાંધકામમાં યોગદાન આપનાર કાર્યક્તાની ભારોભાર પ્રશંસા કરેલ. મહામંત્રી શ્રી શિવજી કાનજી લીંબાણીએ જણાવેલ કે ઉમા ભવન
ઉદ્ઘાટન સમારોહ, વડીલોના દિવ્ય સન્માન, સનાતન ગૌરવગાથા, સરસ્વતી સન્માન અને સમાજમાં સેવા આપનાર વડીલોના સન્માન કરવામાં આવ્યા. શ્રી
ઉમિયાધામ (મેડયલ) વિધિવત ખુલ્લું મુકવામાં આવ્યું. કેન્દ્રિય સમાજની કારોબારી સભા, કેન્દ્રિય મહિલા પાંખની કારોબારી સભાના આયોજન થયા. સમૂહ લગ્ન
સમારોહ પ્રથમ વખત ઉમિયાધામમાં યોજાયો. શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા સત્સંગ સભા સાથે મહિલા મંડળ અને યુવા મંડળના થયેલ કાર્યોની જાણકારી
આપેલ. સમાજના વિવિધ ભવનોમાં પ્રોપર્ટી ટેક્ષનો થતો વધારાના ખર્ચેને પહોંચી વળવા ભેટરપે, બુકીંગરૂપે લેવાની રકમ તા. ૧૦-૭-૧૬થી નવા દર નક્કી થયા
મુજબ આપવાનું રહેશે.
સ્વર્ગસ્થ આત્માઓની શાંતિ માટે પ્રાર્થના સભા (સાદડી)માં સામુહિક પઠનમાં એકરૂપતા લાવવા પુસ્તિકા આધ્યાત્મિક સમિતિ દ્વારા બહાર પાડવામાં આવશે. જેનો
જબરદસ્ત પ્રતિસાદ મળતા ગુપ્ત દાતાઓની લાઈન લાગી ગઈ. પુસ્તિકામાં ફક્ત સમાજનું નામ છાપવામાં આવશે. સાદડીમાં સગાં-સંબંધીઓએ સમયથી પહેલા
પ્રાર્થના સભામાં હાજર ન થવું, ભજન ન ગાવા, માત્ર પુસ્તિકામાં બતાવેલ શ્લોક આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી. તેલંગાના સરકારનું હરિતહારમ કાર્યક્રમ
અંતર્ગત વૃક્ષરોપણનું અભિયાન ચલાવે છે. ચાલુ વર્ષ ૪૬ કરોડ વૃક્ષ રોપણનું લક્ષ છે. પ્રતિ રોજ ૨૫ લાખ વૃક્ષ લગાવી ઈતિહાસ રચવા જઈ રહી છે સરકાર. તેના
હાથ મજબુત કરવા સિકન્દ્રાબાદ-હૈદ્રાબાદ સમાજે મેડયલ પુદુર વિલેજમાં સરકારી જમીનમાં ૩૦૦૦ વૃક્ષ અને ઉમિયાધામ મેડયલ મુકામે ૩૦૦ જેટલાં વૃક્ષ વાવવાનું
બીડું ઝડપ્યું છે. તા. ૩૦-૭-૧૬ના પુરૂં કરવાનો કાર્યક્રમ છે. ઉમિયાધામમાં ઉપવનની જેમ સૌ સભ્યોએ પ યા ૧૦ વૃક્ષ એડોપ કરી પોતાના સ્વજનના નામની
તકતી લગાડશે. ઉછેરની જવાબદારી સમાજની રહેશે. સૌ સભ્યોએ હોંશે હોંશે વૃક્ષ પોતાના નામે કરી ઉદાર હાથે પર્યાવરણને સહાયતા કરી પોતાના ધનનો
સદ્ઉપયોગ કરી સમાજના કાર્યક્રમને વેગવતું બનાવેલ.
સમાજ દ્વારા વિવિધ સમિતિના ચેરમેને થયેલ કાર્યોની જાણકારી અને નવા થનાર પ્રોજેકટની વિસ્તૃત માહિતી આપેલ. ન્યાય સમિતિ : પુંજાલાલ રામજી સુરાણી,
આધ્યાત્મિક સમિતિ : શિવજી કાનજી લીંબાણી, વેબકોમ સમિતિ : જ્યંતિલાલ રામજી સુરાણી, ભવન સંચાલન સમિતિ : અમૃત શામજી છાભૈયા, ભંડોળ સમિતિ :
કરમશી ડાહ્યાભાઈ પાચાણી, સ્વચ્છતા સમિતિ : ગંગારામ રામજી સુરાણી, સી.સી.ટી.વી. કેમેરા ગોઠવણ સમિતિ : શામજી જસા પોકાર, સરસ્વતી સન્માન ઈનામ
ખરીદી સમિતિ : રમણભાઈ અખૈઈ નાકરાણી અને પરબતભાઈ કરમશી દિવાણી, શ્રી ઉમિયાધામ ડેવલોપ સમિતિ : પ્રમુખશ્રી/મંત્રીશ્રી, ટેન્ટ હાઉસ ખરીદી સમિતિ :
દિપક મગનલાલ પોકાર (ભોઈગુડા) , તુલસીદાસ વાલજી ભગત (મૌલાલી) , ભગવાનદાસ ભાણજી ચૌધરી (કુકટપલ્લી) , જ્યંતિલાલ હિરજી લીંબાણી (આર.સી.પુરમ)
અને વૃક્ષારોપણ : અમૃત શામજી છાભૈયા, ભગવાનદાસ પરબત પોકાર, પ્લાન ડેવલોપમેન્ટ સમિતિ : દિનેશ નાનજી દડગા અને ભગવાનદાસ પોકાર.
ભારત સરકાર દ્વારા સુકન્યા યોજના શરૂ કરવામાં આવેલ છે. ૧૦ વર્ષથી નાની દિકરીઓને વાર્ષિક રકમ જમા કરતા ૨૧મા વર્ષે મોટી રકમ મળે તે અંતર્ગત
સિકન્દ્રાબાદ-હૈદ્રાબાદ સમાજે સર્વિસ કરતા સભ્યોની દિકરીને લાભ મળે તેની રકમ સમિતિ નક્કી કર્યા મુજબ સમાજ એડોપ કરી ભરશે. સૌએ એકમતે વધાવેલ.
સમાજમાં થતા પ્રસંગો જેવા કે લગ્ન, વાસ્તુ હવન, સત્યનારાયણ ભગવાનની કથા, યજ્ઞ હવન તથા આરતીમાં મુકાતી ભેટની રકમ ગૌદાનમાં વાપરવી. તે રકમ
સમાજમાં ગૌદાનના ખાતામાં જમા કરાવવી ફરજીયાત રહેશે. જેથી સમાજ ભેગુ કરી જરૂરતમંદ ગૌશાળાને સમાજ વતી યોગદાન આપી શકાય.
ટ્રસ્ટી મંડળની ત્રણ વર્ષ મુદત પૂર્ણ થતા ટ્રસ્ટી મંડળનો આભાર માનેલ તથા વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૧૯ સુધી ટ્રસ્ટીઓના નામો સામાન્ય સભા સમક્ષ વાંચી
સંભળાવવામાં આવ્યા. જેને મંજુરી આપવામાં આવી. સર્વ શ્રી દયારામ મેઘજી દિવાણી, દિનેશ નાનજી દડગા, વિશ્રામ જેઠા દિવાણી, રવજી રતનશી ભાદાણી અને
વિશ્રામ કરમશી ખેતાણી નવા વરાયેલ ટ્ૂસ્ટીશ્રીઓને સમાજે આવકારી અભિનંદન પાઠવેલ. આભારવિધિ મહામંત્રી શ્રી શિવજી કાનજી લીંબાણીએ પાર પાડેલ.