દક્ષિણ ભારત / કેન્દ્રિય યુવાસંઘના દક્ષિણ ભારત રીજીયનની સેલમ ખાતે મળેલી વાર્ષિક સામાન્ય સભાનો અહેવાલ


સેલમ : (અમારા પ્રતિનિધિ શ્રી રમેશભાઈ લાલજી રંગાણી, ત્રિચનગોડ દ્વારા)

અખિલ ભારત યુવાસંઘના દક્ષિણ ભારત રીજીયન વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ અખૈ જાદવાણીના અધ્યક્ષસ્થાને તા. ૨૪-૭-૨૦૧૬ના સેલમ
ગુજરાતી સમાજમાં મળેલ, જેમાં નામક્કલ ઝોન યુવા મંડળના મહામંત્રી શ્રી પ્રવિણભાઈ સાંખલા દ્વારા તમામ સભાજનોનું હાર્દિક સ્વાગત ઝોન સહમંત્રી શ્રી
રમેશભાઈ રંગાણી દ્વારા સર્વે સુકાનીઓને સ્થાન ગ્રહણ બાદ સભાનો આગળનો દોર મહામંત્રી શ્રી કમલેશભાઈ જાદવાણીને સોપવામાં આવેલ.

ગત મિનિટસનું વાંચન, હિસાબોની રજૂઆત બાદ આવેલ પત્રનું વાંચન ઉપપ્રમુખ શ્રી અમૃતભાઈ ભાવાણીએ કરેલ. કારોબારીમાં લેવાયેલ નિર્ણય મુજબ રીજીયનના
તમામ હોદ્દેદારોને મિશન લીડરોને, ૨૦ મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રીઓ અને ડિવિઝનલ ચેરમેનશ્રી, મંત્રીશ્રીઓનો કાર્યકાળ પૂર્ણ થતાં સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી
નવાજવામાં આવશે તે પ્રસ્‍તાવને સભા સમક્ષ સહમંત્રી શ્રી અમૃતભાઈ ભગતે મુકેલ. જેને સર્વાનુમતે બહાલી મળેલ. દક્ષિણ ભારત રીજીયનના ચારેય ડિવિઝનના
અહેવાલો રજૂ કરવામાં આવેલ, જેમાં ભરત ડિવિઝનના પ્રમુખ શ્રી કિશોરભાઈ ભાવાણી, ક્ષ્ણા ડિવિઝનમાં પ્રમુખ શ્રી મનોજ પોકાર, નટરાજ ડિવિઝનના પ્રમુખ
શ્રી વસંતભાઈ લીંબાણી અને રામ ડિવિઝનના પ્રમુખ શ્રી ભવનભાઈ રૂડાણીએ રજૂ કરેલ. આગળ મિશન લીડરોના અહેવાલો ઉપપ્રમુખ શ્રી અમૃતભાઈ ભાવાણીએ
લીડરોની ઉપસ્થિતિમાં રજૂ કરેલ. ડિવિઝનના યુવા મંડળોના અને મિશન લીડરોને પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ જાદવાણીના હસ્તકે “સ્મૃતિ ચિન્હ” ૨૦૧૪-૧૬ અર્પણ
કરેલ.

બીજા સત્રની શરૂઆત સમાજના ગૌરવવંતી વિધાર્થીઓના સન્‍માન સાથે કરવામાં આવેલ, જેમાં ધો. ૧૦ અને ૧૨ના પ્રથમ અને દ્વિતીય એવા ૧૦ વિદ્યાર્થીઓને
સરસ્વતી પુરસ્કાર આપી નવાજવામાં આવેલ. કેન્દ્રિય યુવાસંઘની ગતિવિધિ રામસેતુ કાઉન્સિલના મહામંત્રી શ્રી હરિભાઈ રૂડાણી દ્વારા જણાવેલ. ખુલ્લા મંચમાં સર્વ
શ્રી કમલેશ લીંબાણી, કીર્તિભાઈ સોમજીયાણી, સંજય લીંબાણી, હેમલતા માકાણી, શ્યામભાઈ ભાદાણી, યોગેશભાઈ સાંખલા, નિતીનભાઈ સાંખલા વિગેરેએ
પોતપોતાના સમાજ ઉપયોગી વિચારો રજૂ કરેલ. કેન્દ્રિય યુવાસંઘના પ્રમુખ શ્રી નિતીનભાઈ લીંબાણીએ પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવેલ કે તાજેતરમાં યોજાઈ
ગયેલ રક્તદાન કેમ્પ (પૂ. નારાયણ રામજી જન્મદિન નિમિત્તે)માં દક્ષિણ ભારત રીજીયનનો સિંહફાળો તેમજ બિઝનેશ સમીટ અને યુવા ઓલમ્પીયાડ, ૨૦૧૬માં
રીજીયનના યોગદાનની નોંધ લીધી હતી તેમજ રીજીયન તરફથી રૂજીદ્વ મેમ્બરની સંખ્યા અત્યારે ૫૮૦ પર પહોંચી છે. તો વર્તમાન ટીમ અભિનંદનના પાત્ર છે. અને
આ ટીમે ઘણા બધા બીરદાવવા જેવા કાર્યને અંજામ આપવામાં સફળ રહી છે.” કેન્દ્રિય યુવાસંઘના લીડરો સર્વ શ્રી મહેન્દ્રભાઈ સેંઘાણી (મુંબઈ) , હિતેશ પોકાર
(મુંબઈ) , નરસિંહભાઈ પોકાર (બેંગ્લોર), રમેશભાઈ રવાણી (બેંગ્લોર) , વિજય ધોળુએ પોતપોતાના મિશનને અનુલક્ષી મંતવ્યોની રજૂઆત કરેલ.

આગળ યુવાનોની આ સભામાં ઉપસ્થિત રહેલા વડીલશ્રીઓમાં શંકરભાઈ દિવાણી (નામક્કલ ઝોન પ્રમુખ), મુકેશભાઈ હળપાણી (મહામંત્રીશ્રી, દક્ષિણ ભારત
સનાતન સમાજ), પુરૃષોત્તમભાઈ છાભૈયા (પૂર્વપ્રમુખ, દક્ષિણ ભારત રીજીયન), રમણિકભાઈ ભાદાણી (સ્થાપક પ્રમુખશ્રી, દક્ષિણ ભારત યુવા મંડળ) વિગેરેએ
પ્રાસંગિક ઉદ્બોધન કરેલ. છેલ્લે વિદાય લેતા પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ જાદવાણીએ તેમના ઉદ્બોધનમાં જણાવેલ કે દક્ષિણ ભારત રીજીયનના પ્રમુખ તરીકે જ્યારે
અંતિમ ઉદ્બોધન આપી રહ્યો છું ત્યારે હું મારી ટર્મના તમામ હોદ્દેદારો, ડિવિઝનલ પ્રમુખ, મંત્રીશ્રીઓ ૨૦ મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રીઓ, મિશન લીડરો તેમજ
નારીશક્તિને નત મસ્તકે વંદન કરૂં છું. કેમ કે તમારા સાથ-સહકારથી જ હું સમાજને એક સફળ સુકાન આપી શક્યો છું. ગત ટર્મ અંતર્ગતમાં સમાજોમાં કરેલ
સંપર્કયાત્રા દરમ્યાન સારા એવા વિરલા સમાજને મળેલ છે, જેમાં રમેશ રંગાણી જેને આપણે “પાટીદાર સંદેશ”ના પ્રતિનિધિ તરીકે ઓળખતા હતા પણ ગત ટર્મમાં
એમના કાર્યોની દક્ષિણ ભારત સનાતન સમાજ તેમજ અખિલ ભારત યુવાસંઘે પણ નોંધ લીધી છે. તેવી જ રીતે મેહુલ નાકરાણી (તિરૂપુર) જેવા વિરલા પણ
સંપર્કયાત્રા દરમ્યાન તરી આવેલ છે.

અત્રેથી ખાસ આભાર માનું તો દક્ષિણ ભારત સનાતન સમાજના પ્રમુખ શ્રી રવજીભાઈ ભાદાણી, ઉપપ્રમુખ શ્રી શિવગણભાઈ ખેતા, મહામંત્રી શ્રી મુકેશભાઈ
હળપાણી, એ જે સતત મારા પડખે ઉભા રહી સતત મને માર્ગદર્શન અને હૂંફ આપેલ. રમતગમત ક્ષેત્રમાં ક્રિકેટ જેવી રમતોને વધારે મુખ્યત્વ ના આપતા
એથલેટીક્સ ગેમને મહત્વ આપવું અને દક્ષિણ ભારત યુવા મંડળોને કેવી રીતે વિકાસના પંથે દોરી જવું એમાં આગામી ટીમ ધ્યાન આપશે.” કાર્યક્રમનું સંચાલન
રીજીયન મહામંત્રી શ્રી કમલેશભાઈ (“પાટીદાર સંદેશ” પ્રતિનિધિ) દ્વારા કરાયેલ. આ સભાને સફળ બનાવવામાં નામક્કલ ઝોનના યુવા મંડળોનો સિંહફાળો રહ્યો
હતો અને આભાર દર્શન યુવા મંડળના મંત્રી શ્રી પ્રવિણભાઈ સાંખલાએ કરેલ.

પ્રમુખ : શ્રી કિશોરભાઈ હંસરાજભાઈ ભાવાણી (કોઈમ્બતુર) , પૂર્વપ્રમુખ : શ્રી જીતેન્દ્રભાઈ અખૈઈભાઈ જાદવાણી (કડલુર), ઉપપ્રમુખ : શ્રી કમલેશભાઈ જીવરાજભાઈ
જાદવાણી (કોઈમ્બતુર, “પાટીદાર સંદેશ”ના પ્રતિનિધિ) , મહામંત્રી : શ્રી આનંદભાઈ મુળજીભાઈ કાલરીયા (તામ્બરમ) , સહમંત્રીઓ સર્વશ્રી : મહેશભાઈ કિશોરભાઈ
પોકાર (મદુરાઈ) અને ચંદ્રિકાબેન ભદ્રેશભાઈ કાલરીયા (ચેન્નૈ) , ખજાનચીઓ સર્વશ્રી : કમલેશભાઈ ચુનીલાલ ચોપડા (ચેન્ને) અને ભવનભાઈ દેવજીભાઈ રૂડાણી
(ડીંડીગલ) , પ્રવક્તા : શ્રી રમેશભાઈ લાલજીભાઈ રંગાણી (ત્રિયનગોડ) (“પાટીદાર સંદેશ”ના પ્રતિનિધિ)

ડિવિઝનલ પ્રમુખશ્રી/મંત્રીશ્રી :

ભરત ડિવિઝન : પ્રમુખ : વસંતભાઈ કાનજીભાઈ જાદવાણી (કોઈમ્બતુર), મંત્રી : મેહુલભાઈ હિંમતલાલ નાકરાણી (તિરૂપુર) .

ક્િષ્ણા ડિવિઝન : પ્રમુખ : મોહનલાલ નારાણભાઈ કાલરીયા (તામ્બરમ), મંત્રી : ભદ્રેશભાઈ પચાણભાઈ કાલરીયા (ચેન્નૈ)

નટરાજ ડિવિઝન : પ્રમુખ : જગદીશભાઈ દામજીભાઈ દિવાણી (કડલુર), મંત્રી : જગદીશ શાંતિલાલ મૈયાત (કડલુર) .

રામ ડિવિઝન : પ્રમુખ : જગદીશભાઈ લલીતભાઈ દિવાણી (શેંગોટા), મંત્રી : ભરતભાઈ શંકરભાઈ પાચાણી (ડીંડીગલ) (“પાટીદાર સંદેશ”) .

કેન્દ્રિય કારોબારી સભ્યો સર્વશ્રી : અમૃતભાઈ પ્રેમજીભાઈ ભાવાણી (ચેન્નૈ) , લક્ષ્મીબેન અમૃતભાઈ ભાવાણી (ચેન્નૈ) અને જીતેન્દ્રભાઈ રતિલાલ કાલરીયા (ચેન્નૈ)
મિશન લીડર્સ :

એગ્રીકલ્યર : શ્રી લલીતભાઈ ભાણજીભાઈ માકાણી (ત્રિયનગોડ) , બિઝનેશ : શ્રી શ્યામભાઈ ભીમજીભાઈ ભાદાણી (ચેન્નૈ) , એજ્યુકેશન : શ્રી હરીભાઈ ચુનીલાલ
રૂડાણી (ચેન્નૈ), હેલ્થ : શ્રી નિલેષભાઈ જોગેશભાઈ પોકાર (ચેન્નૈ) , સગપણ

વ્યવસ્થા : શ્રીમતી મંજુલાબેન કાંતિભાઈ જાદવાણી (ક્રોમપેટ) , રાજકારણ : શ્રી સંજયભાઈ રવજીભાઈ લીંબાણી (હોસુર) ,

પ્રચાર-પ્રસાર : શ્રી યોગેશભાઈ નરસિંહભાઈ સાંખલા (મદુરાઈ) , સામાજિક-આધ્યાત્મક : શ્રી જીતેન્દ્રભાઈ રતિલાલ કાલરીયા (ચેન્નૈ) , રમત-ગમત : શ્રી
વિજયભાઈ નરસિંહભાઈ લીંબાણી (ચિદમ્બરમ), વેબકોમ : શ્રી અમૃતભાઈ રણમલભાઈ ભગત (ચેન્નૈ) ,

યુવા સુરક્ષા કવચન : શ્રી અમૃતભાઈ પ્રેમજીભાઈ ભાવાણી (ચેન્નૈ), યુવા ઉત્કર્ષ : શ્રીમતી વિજ્યાબેન જીતેન્દ્રભાઈ જાદવાણી (કડલુર) , નાણાં-વ્યવસ્થા : શ્રી
જીતેન્દ્રભાઈ અખૈભાઈ જાદવાણી (કડલુર) , સલાહકારો સર્વશ્રી : નિતીનભાઈ રવજીભાઈ લીંબાણી (હોસુર), દિનેશભાઈ દાનાભાઈ વાસાણી (પોલાચી) , મનોજભાઈ
વિશનજીભાઈ પોકાર (ચેન્નૈ) અને જગદીશભાઈ રતનશીભાઈ ભાવાણી (કોઈમ્બતુર) .