બારડોલી : (અમારા પ્રતિનિધિ શ્રી નરેનભાઈ રામાણી દ્વારા)
ગઈ તા. ૨૬-૬-૨૦૧૬ના શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવાસંઘની વાર્ષિક સામાન્ય સભા યુવાસંઘના પ્રમુખ શ્રી લખમશી ભાવાણીના અધ્યક્ષસ્થાને મળેલ.
યુવાસંઘના પ્રવક્તા શ્રી નરેન રામાણી દ્વારા સૌને આવકાર્યા બાદ ગત મીટીંગની મીનીટબુકનું વાંચન તથા બે વર્ષ દરમ્યાન યુવાસંઘની ગતિવિધિનો અહેવાલ
યુવાસંઘના સહમંત્રી શ્રી હર્ષદ ઉકાણી દ્વારા, દક્ષિણ ગુજરાત રીજીયનની આગામી એજીએમ અંગેની માહિતી ઉપપ્રમુખ શ્રી શંકરલાલ ભાવાણી દ્વારા તથા
યુવાસંઘના દ્વિવાર્ષિક હિસાબોની રજૂઆત ખજાનચી શ્રી સતિષ વાસાણી તથા સહખજાનચી શ્રી ભાવેશ સાંખલા દ્વારા કરવામાં આવેલ.
નવપરણિત દંપતીઓને શિક્ષણ સમિતિના સહયોગથી યુવાસંઘના હોદ્દેદારોના હસ્તે શુભેચ્છા પત્ર અર્પણ કરવામાં આવેલ. યુવાન મિત્રો તથા યુવતીઓ દ્વારા
યુવાસંઘના વિકાસ માટેના જરૂરી સુચનો આપવામાં આવેલ. ૪૫ વર્ષની ઉંમર સુધી સાથ-સહકાર આપનાર સભ્યોનું યુવાસંઘના પ્રમુખ અને યુવતી ઉપપ્રમુખ દ્વારા
સન્માન કરવામાં આવેલ. સમાજના મહામંત્રી શ્રી હરિભાઈ ભાવાણીએ પોતાના વિચારોમાં ટાઈમ મેનેજમેન્ટ વિષે જણાવેલ. કેન્દ્રિય યુવાસંઘના વેબકોમ કન્વીનર
શ્રી હરેશભાઈ રામાણીએ મિશન-૨૦૨૦ અંતર્ગત રૂજીદ્ર અને વેબકોમ વિશે માહિતી આપેલ. સલાહકાર સભ્યો શ્રી બાબુભાઈ કાલરીયા, શ્રી દિનેશભાઈ સાંખલા,
મહિલા મંડળનાં મહામંત્રી શ્રીમતી જયાબેન રામાણી તથા યુવતી સલાહકાર શ્રીમતી નિર્મલાબેન સાંખલાએ પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય આપેલ. યુવતી ઉપપ્રમુખ
શ્રીમતી નીશાબેન રામાણીએ સલાહકાર સભ્યોનો આભાર માનીને નવી કારોબારીને શુભેચ્છા પાઠવેલ. પ્રમુખસ્થાનેથી શ્રી લખમશી ભાવાણીએ જણાવેલ કે યુવાનોમાં
થનગનાટ હોવો જોઈએ. યુવાસંઘના કામો આપણે બધા સાથે રહીને કરવાના છે અને ગત ટર્મ દરમ્યાન સાથ-સહકાર આપનાર દરેકે દરેક યુવાન મિત્રોનો તથા
સમિતિનો આભાર માનેલ.
શ્રી હરિભાઈ ભાવાણીના અધ્યક્ષસ્થાને તેમજ સલાહકાર સમિતિના સહયોગથી નવી કારોબારીની નીચે મુજબ રચના કરવામાં આવેલ.
પ્રમુખ : શ્રી સતિષ ગંગદાસભાઈ વાસાણી (નવાવાસ-રવાપર), ઉપપ્રમુખ : શ્રી નરેન ગોવિંદભાઈ રામાણી (આમારા) અને શ્રીમતી પારૂલબેન મહેશભાઈ રંગાણી
(રામપર-નેત્રા), મંત્રી : શ્રી ભાવેશ વિશ્રામભાઈ સાંખલા (રતડીયા), સહમંત્રી : શ્રી હર્ષદ નરસિંહભાઈ ઉકાણી (વિગોડી) અને શ્રીમતી રીટાબેન વિશાલભાઈ
ભાવાણી (વિગોડી) , ખજાનચીઓ : શ્રી કિશોર મોહનભાઈ રામાણી (આમારા), શ્રી ગૌત્તમ અમૃતભાઈ ભાવાણી (એયર) અને શ્રીમતી અલકાબેન હરેશભાઈ ઉકાણી
(વિગોડી), પ્રવક્તા : શ્રી શાંતિલાલ વીરજીભાઈ ભાવાણી (એયર), સલાહકાર સભ્યો સર્વશ્રી : હરિભાઈ ભાવાણી, હરેશભાઈ રામાણી, બાબુભાઈ કાલરીયા,
દિનેશભાઈ સાંખલા, લખમશીભાઈ ભાવાણી, જયાબેન રામાણી અને નીશાબેન રામાણી, કારોબારી સભ્યો સર્વશ્રી : વિશાલ ભાવાણી, ભરત સાંખલા, કાંતિલાલ
રવાણી, જીજ્ઞેશ સાંખલા, હરેશ સાંખલા, હિતેશ કાલરીયા, પુરૃષોત્તમ ભાવાણી, મહેશ રંગાણી, સુભાષ વાસાણી, યોગેશ ભાવાણી, ઈશ્વર રવાણી, દિનેશ રામાણી,
વિનોદ ગોરાણી, ભાવેશ સાંખલા, પરેશ રામાણી, ચિરાગ સાંખલા, જયાબેન ભાવાણી, હેમલતાબેન રામાણી, દિપાબેન સાંખલા, મનિષાબેન રામાણી, નર્મદાબેન
કાલરીયા, કૃપાબેન ભાવાણી.
નવા પ્રમુખ શ્રી સતિષ વાસાણી તથા મંત્રી શ્રી ભાવેશ સાંખલાએ પોતાના ઉપર મુકેલ જવાબદારી ખેલદિલીપૂર્વક નિભાવીશું એમ ખાત્રી આપેલ. પૂર્વ મંત્રી શ્રી દિનેશ
રામાણીએ સૌનો આભાર માનેલ. સભાનું સંચાલન પૂર્વ મંત્રી શ્રી દિનેશ રામાણી અને સહમંત્રી શ્રી હર્ષદ ઉકાણી દ્વારા કરવામાં આવેલ.