દક્ષિણ ગુજરાત / લાયન્સ કલબ ઓફ ચીખલીના પ્રમુખપદે વરણી


ચીખલી : (અમારા પ્રતિનિધિ શ્રી દેવચંદભાઈ પટેલ દ્વારા)

ગત તા. ૮-૬-૨૦૧૬ના રોજ અત્રેની સમાજવાડી ઉમા ભવન ખાતે લાયન્સ કલબ ઓફ ચીખલીનો પદગ્રહણ સમારોહ સંપન્‍ન થયો, જેમાં પદગ્રહણ વિધિ માટે
સુરતથી લા. ડૉ. ભાનુબેન પટેલ (પી.ડી.જી.) શપથ વિધિ અધિકારી તરીકે ઉપસ્થિત રહેલ.

નવા વરાયેલા પ્રમુખ શ્રી જ્યંતિભાઈ પુંજાભાઈ ચૌહાણ (કાદિયા મોટા) એ

આગામી ૨૦૧૬-૧૭ના શતાબ્દિ વર્ષમાં પોતાની જવાબદારી અદા કરવાની

તેમજ અનેક વિવિધ સેવાનાં કાર્યો કરવાની તત્પરતા બતાવી.

નવા વરાયેલા પ્રમુખ શ્રી જ્યંતિભાઈ પુંજાભાઈ ચૌહાણ (કાદિયા મોટા) શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, ચીખલીના માજી પ્રમુખ, હાલના સમાજના ટ્રસ્ટી મંડળના
સભ્ય તેમજ દક્ષિણ ગુજરાત કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ (સુરત)ના કારોબારી સભ્ય છે.

(લાયન્સ કલબ ઓફ ચીખલીના પ્રમુખ તરીકે નિમણૂંક થવાથી પરિવાર તથા સમાજનું ગૌરવ વધેલ છે. - અભિનંદનપ તંત્રીઓ)