વડોદરા : (અમારા પ્રતિનિધિ શ્રી મણિલાલ આર. લીંબાણી, દયાપર-વડોદરા દ્વારા)
તા. ૬-૭-૨૦૧૬ને અષાઢી બીજના રોજ યુવક મંડળની સામાન્ય સભા મંડળના પ્રમુખ શ્રી જગદીશભાઈ લીંબાણીના અધ્યક્ષસ્થાને મળેલ, જેમાં સમાજની કારોબારી
પણ હાજર રહેલ. યુવક મંડળના મહામંત્રી શ્રી કિશોરભાઈ પોકારે સર્વે સભ્યોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ મહામંત્રીશ્રીએ ગત મીટીંગની મીનીટબુકનું વાંચન
કરેલ. સમાજના પ્રમુખ શ્રી નરસિંહભાઈ લીંબાણીએ વર્તમાન યુવક મંડળની કામગીરીની પ્રશંસા કરેલ તેમજ વર્તમાન કારોબારીને જ રીપીટ કરવા પર ભાર મુકેલ.
સમાજના મહામંત્રી શ્રી નારાણભાઈ પોકારે પણ વર્તમાન કારોબારીને આજ કારોબારી ચાલુ રાખવા જણાવેલ. સમાજના ઓડીટર શ્રી મણિલાલભાઈ પોકારે વર્તમાન
કારોબારી તેમજ યુવક મંડળ ખૂબ જ ઉત્સાહિત છે. જે આપણને બધાને અનુભવ તો થાય જ છે પરંતુ તેવું બહારની સમાજ દ્વારા પણ સાંભળવા મળે છે, જે ખૂબ
જ ગર્વની વાત છે.
ખુલ્લા મંચમાં સર્વ શ્રી હિતેષ લીંબાણી, જગદીશભાઈ ઘોઘારી અને હિતેષભાઈ નાકરાણીએ પોતાના વિચારો જણાવેલ. યુવક મંડળના પ્રમુખ શ્રી જગદીશભાઈ
લીંબાણીએ ચાલુ ટર્મમાં કારોબારીએ કરેલ કાર્યો તેમજ યુવક મંડળ દ્વારા મળેલ સાથ-સહકાર બદલ સૌનો આભાર માનેલ તેમજ ભવિષ્યમાં આનાથી પણ વધુ
ઉત્સાહથી કાર્ય કરતા રહેવાની ખાત્રી આપી અને કારોબારીનું વિસર્જન કરવાની જાહેરાત કરેલ. સમાજની કારોબારી તેમજ મંડળના પ્રમુખ અને મંત્રીની નવી
પેનલ બનાવવા માટે કમીટી બનાવવામાં આવેલ.
વિદાય લેતા પ્રમુખ શ્રી જગદીશભાઈ લીંબાણી દ્વારા પસંદ થયેલ કારોબારીના સભ્યોના નામની નીચે મુજબ જાહેરાત કરેલ.
પ્રમુખ : શ્રી ખુશાલભાઈ એન. લીંબાણી, ઉપપ્રમુખ : શ્રી મુકેશભાઈ પી. સાંખલા, મહામંત્રી : શ્રી કિશોરભાઈ એમ. પોકાર, મંત્રી : શ્રી હરેશભાઈ એચ. ભાદાણી,
પી.આર.ઓ. : શ્રી ભાવેશભાઈ એમ. પોકાર, વાઈસ પી.આર.ઓ. : શ્રી દિનેશભાઈ એન. લીંબાણી, ખજાનચી : શ્રી બીપીનભાઈ ટી. વાઘડીયા અને શ્રી
હિતેષભાઈ એમ. નાકરાણી, ઓડીટર : શ્રી જયેશભાઈ કે. વાઘડીયા અને હિતેષભાઈ સી. લીંબાણી, સલાહકાર : શ્રી જગદીશભાઈ એન. લીંબાણી અને શ્રી
મનસુખભાઈ જી. સેંઘાણી.
૦ કેપ્ટન (૧) વિરેન્દ્ર લીંબાણી, કમલેશ સાંખલા ૦ કેપ્ટન (૨) દિલીપ ભાદાણી, યોગેશ પોકાર * કેપ્ટન (૩) જગદીશ ઘોઘારી, જીતેન્દ્ર લીંબાણી ૬ કેપ્ટન (૪)
સુમિત પોકાર, અશ્વિન લીંબાણી.
નવા વરાયેલ પ્રમુખ, મંત્રી તેમજ કારોબારી સભ્યોએ યુવક મંડળે તેમની ઉપર જવાબદારી સોપેલ છે તેમને ઈમાનદારી તેમજ નિષ્ઠાપૂર્વક નિભાવવાની ખાત્રી આપી
હતી. શ્રી બીપીનભાઈએ આભારવિધિ કરી હતી.