ભરૂચ : (અમારા પ્રતિનિધિ શ્રી શિવજીભાઈ પટેલ દ્વારા)
ઓમ તપોવન આશ્રમ જુના બોરભાઠાબેટ ભરૂચ ખાતે પ.પૂ. ધ્યાન યોગી શ્રી નારાયણ સ્વામી દ્વારા તા. ૧-૬-૨૦૧૬ થી તા. ૪-૬-૨૦૧૬ સુધી પ્રારંભિક શિબિરનું
આયોજન કરવામાં આવેલ, જેમાં ૨૨૦ શિબિરાર્થીઓએ ભાગ લીધેલ. આ શિબિરમાં વધારે યુવાધને લાભ લીધેલ. તેથી પૂ. ગુરૂદેવ પ્રભાવિત થયેલ. પ્રારંભિક
શિબિરમાં આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે પોતાના સ્વઅનુભવોનું ભાથું પીરસવામાં આવેલ.
ગુરૂદેવો સમજાવેલ કે આપણે મંદિરોમાં જઈએ છીએ ત્યારે મંદિરમાં સ્થાપિત મૂર્તિ જે છે તેને સ્થૂળરૂપે દર્શન કરીએ છીએ પણ જો આપણે સુક્ષ્મરૂપે એજ મૂર્તિમાં
રહેલા પ્રાણ તત્વના દર્શન કરીએ તો જરૂર ભગવાનના દર્શન કરી શકીએ. ગુરુદેવે શિવાલયનું મહત્વ ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવેલ. પોઠીયો, કાચબો, ગણેશ,
હનુમાન, પાર્વતી, કળશ, બીલીપત્ર, થાળુ, શિવલીંગ આ તમામનું મહત્વ સમજાવેલ અને કહેલ કે આપણને જ્યાં આસ્થા હોય ત્યાં દર્શને જઈએ પરંતુ દરેક વસ્તુનું
મહત્વ સમજીને દર્શન કરીએ તો આપણે જોઈતું ફળ પ્રાપ્ત કરી શકીએ.
પૂ. ગુરુદેવની દિશાસૂચક વાણી સાંભળી તમામ શિબિરાર્થી ભાવવિભોર બની ગયેલ. આ શિબિરને સફળ બનાવવા સેવાર્થી ભાઈઓ અને બહેનોએ જહેમત
ઉઠાવેલ. આ શિબિરનું સંચાલન શ્રી રમેશભાઈ વાડીયા દ્વારા કરવામાં આવેલ. ઓમ તપોવન આશ્રમ કાર્યાલયની જાણ મુજબ તા. ૧૮-૯-૨૦૧૬ થી તા.
૨૨-૯-૨૦૧૬ સુધી વાયબ્રેશન શિબિર ભાગ-૧-રનું આયોજન કરવામાં આવેલ છે.