શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દેશલપર "સંસ્કારધામ”ના મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ ભાવાણીની યાદીમાં જણાવ્યા અનુસાર આગામી તા. ૨૫,૨૬,૨૭-૪-૨૦૨૬ દરમ્યાન શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજનો ત્રિદશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. સાથે સાથે શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનના પટાંગણમાં અદ્યતન સુવિધાથી સુસજજ નવનિર્મિત અતિથિ ભવનનું લોકાર્પણ સંતોના સાનિધ્ય અને દાતાશ્રીઓના કરકમલોથી કરવામાં આવશે.
વિ.સં. ૨૦૮૨ વૈશાખ સુદ ૯, તા. ૨૫-૪-૨૦૨૬ના ત્રિદિવસીય મહોત્સવપ્રારંભસવારના શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-વાંઢાયથી શોભાયાત્રાની શરૂઆત થશે અને સંસ્કારધામ પહોંચશે. ત્યારબાદ અતિથિ ભવનનું વિધિવત લોકાર્પણ અને ધર્મસભામાં સંત સમુદાયના જ્ઞાનપૂર્ણ આશીર્વચનમાં શારદાપીઠાધીશ્વર જગદ્ગુરૂ શંકરાચાર્યશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ (દ્વારકા)ના વર્ચ્યુઅલ આશીર્વાદ, પ.પૂ. શાંતિદાસજી મહારાજ (જગદ્ગુરૂ કબીરાચાર્ય, રવિ ભાણ આશ્રમ, વિરાણી), પ.પૂ. સ્વામી વૃંદાવનવિહારીજી (અતિથિ આશ્રમ, માધાપર-કચ્છ), ૫.પૂ. स्वाभीબ્રહાસ્વરૂપદાસજી (ધરમપુર), પ.પૂ.સ્વામી શ્રીરંગદાસજી (પાલનપુર), પ.પૂ. સ્વામી પ્રદિપતાનંદ સરસ્વતીજી (આર્ય અધ્યયન કેન્દ્ર, માધાપર), પ.પૂ. વલ્લભકૃષ્ણજી, જ્ઞાનદર્શન સંત (ભરૂચ), પ.પૂ. ભગવતી જયશ્રીદેવી (મંગલધામ આશ્રમ, નાગલપર), પ.પૂ. ભગવતી નમસ્વીદેવી ગુરૂશ્રી ભારતીદીદી (બડવાહ, મ.પ્ર.), પ.પૂ. ભગવતી ગીરીજાગીરીજી (સંન્યાસ આશ્રમ, સાંગનારા)ના આશીર્વાદનો લાભ મળશે અને રાત્રે ખ્યાતનામ કલાકારો શ્રી ધીરૂભાઈ સરવૈયા (સાહિત્યકાર તેમજ હાસ્ય કલાકાર), નિલેશ ગઢવી (ભજનીક) અને શીતલ બારોટના ભજન અને લોકગીતનો લાભ મળશે.
બીજા દિવસે વિષ્ણુયાગ યજ્ઞનો શુભારંભથશે. ત્યારબાદ ડૉ. ૫.પૂ. જ્ઞાનવત્સલ સ્વામી (BAPS)નું પ્રેરણાદાયી પ્રવચન સાથે દાતાશ્રીઓનાં સન્માન અને બપોર પછી જાણીતા ઉદ્યોગકાર અને સેવાના ભેખધારી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા (HK Group)-સુરતનું માર્ગોદર્શક વકતવ્ય અને રાત્રે લોકહૃદયના સામાજ્ઞી ગીતાબેન રબારી સંગે પાટીદાર મહારાસનું આયોજન થશે.
ત્રીજા દિવસે સવારે સામાજિક સભામાં મુખ્ય મહેમાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે અન્ય મહાનુભાવો શ્રીગોપાલભાઈ ભાવાણી (પ્રમુખશ્રી, કેન્દ્રિય સમાજ), શ્રી હંસરાજભાઈ ધોળુ (પ્રમુખશ્રી, ઉમિયા માતાજી ઈશ્વરરામજી અન્નક્ષેત્ર ટ્રસ્ટ, વાંઢાય), શ્રી જેઠાભાઈ લાલજીભાઈ ચોપડા (સંસ્કારધામ પૂર્વ પ્રમુખશ્રી અને સંસ્થાના સ્વપ્નદંષ્ટા), શ્રી કેશુભાઈ પટેલ (ધારાસભ્યશ્રી, ભૂજ વિસ્તાર)નું માર્ગદર્શન અને ત્યારબાદ સંસ્થાના સ્થાપક સેવાભાવી વડીલોનાં સન્માન કરવામાં આવશે. સાથે શાસ્ત્રી શ્રી દિલીપભાઈ જોશી (ખોંભડીવાળા)ના આચાર્ય પદે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં પાટોત્સવ પૂજન, નૂતન ધ્વજારોહણ, અભિષેક અને વિષ્ણુયાગ યજ્ઞની પૂર્ણાહુતિ અને મહાઆરતી કરવામાં આવશે. બપોર બાદ સેવા આપનાર સ્વયંસેવકોનું અભિવાદન અને આભારદર્શન.
આ પુનિત પ્રસંગના સાક્ષી બનવા અને ત્રિદશાબ્દી મહોત્સવમાં સહભાગી થવા સૌને પ્રમુખ શ્રી ગંગારામભાઈ રામાણી અને મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ ભાવાણીની પુરી ટીમ વતી આપ સૌને સ્નેહસભર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
-: વધુ માહિતી માટે સંપર્ક :-
કિરીટભાઈ ભગત - ૯૮૨૪૩ ૯૮૨૯૮
શ્રી પ્રવિણભાઈ ધોળુ - ૯૮૨૫૭ ૩૦૫૭૭
શ્રી શાંતિભાઈ નાકરાણી- ૯૫૮૬૪ ૯૨૭૫૦