અન્ય સમાચાર / ખ્યાતનામ યાત્રાધામ વડતાલ ખાતે ગઈ તા. ૨૭-૨૮ ડિસેમ્બરે ખીરસરા (નેત્રા) સમાજ દ્વારા “વ્યાપાર ઉદ્યોગ પર્વ”નું ભવ્ય આયોજન કરાયું


ખ્યાતનામ યાત્રાધામ વડતાલ ખાતે ગઈ તા. ૨૭-૨૮ ડિસેમ્બરે ખીરસરા (નેત્રા) સમાજ દ્વારા “વ્યાપાર ઉદ્યોગ પર્વ”નું ભવ્ય આયોજન કરાયું ખ્યાતનામ યાત્રાધામ વડતાલ ખાતે ગઈ તા. ૨૭-૨૮ ડિસેમ્બરે ખીરસરા (નેત્રા) સમાજ દ્વારા “વ્યાપાર ઉદ્યોગ પર્વ”નું ભવ્ય આયોજન કરાયું ખ્યાતનામ યાત્રાધામ વડતાલ ખાતે ગઈ તા. ૨૭-૨૮ ડિસેમ્બરે ખીરસરા (નેત્રા) સમાજ દ્વારા “વ્યાપાર ઉદ્યોગ પર્વ”નું ભવ્ય આયોજન કરાયું

આ ઝડપી યુગમાં પોતાના ધંધાને કેવી રીતે ઝડપી બનાવી વધારે સમૃદ્ધિ મેળવવી તેની ગાઈડ લાઈન માટે ખીરસરા (નેત્રા) ગામના મધ્ય ગુજરાતના સહકારથી તા. ૨૭, ૨૮ ડિસેમ્બરના વડતાલ ધામમાં એક "વ્યાપાર ઉદ્યોગ પર્વ ૨૦૨૫"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મહેન્દ્રભાઈ ભાવાણી, પુરૂષોત્તમદાસ ભાવાણી, ગોપાલભાઈ ભાવાણી, દેવશીભાઈ પોકાર અને છગનભાઈ ભાવાણી આ પાંચ પાંડવોનો સિંહફાળો રહ્યો. આયોજન કરવામાં જ્યારે કૃષ્ણ સમાન છઠ્ઠા અરૂણભાઈ ચૌધરી (શાર્પેક્ષવાળા) નો અગત્યનો રોલ વક્તાઓને લાવવા અને તેમના પ્રેઝન્ટેશનમાં રહ્યો.

તા. ૨૭ ડિસેમ્બરની સવારે ૩૦૦ સભ્યો અને ૫૦વડીલોની હાજરીમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી શ્રી વલ્લભદાસજી અને વડીલોની હાજરીમાં સેમિનારની શરૂઆત થઈ. શ્રી સમાજના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભાવાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું.

શ્રી વલ્લભદાસજી સ્વામીએ તેમના આશીર્વચનમાંશિક્ષાપત્રીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ત્રણ આધાર સ્તંભો જેટલું વેતન નક્કી કર્યું હોય તેટલું આપવું. તેમાં કાપ મુકવો નહિ. તમારા મિત્ર કે પુત્ર સાથે વ્યવહાર કરો તો તેનું લખાણ રાખવું. આવક-જાવકનો હિસાબ રાખવો. આટલું કરો તો તમારો બિઝનેસ સફળ જ થાય.

કચ્છમાં નેત્રા, હાલ હૈદ્રાબાદ શ્રી અમિતભાઈ રમેશભાઈ ભાવાણી ટેકનોલોજીના માસ્ટર છે. તેમણે બદલતા યુગમાં On Line Business & Al (Artificial Inteligence) नुं મહત્વ બતાવ્યું. પોતાની પ્રોડકટના પોતે વિડીયો બનાવો, તમારો અનુભવ જાહેર કરો. જરૂર પડે તો તેમાં Alનો ઉપયોગ કરો. Comfort Zone આરામદાયક પરિસ્થિતિ છોડો. આ બધું તમારા વેપારને આગળ લઈ જશે

તનિષ્ક ઝવેલરી અને ટાટા વ્હિકલ સાથે સંકળાયેલા શ્રી જયંતિભાઈ માકાણી (નેત્રા/સુરત)એ તેમના પરિવારના વિવિધ ધંધા કેવી રીતે ઉભા કર્યા તેની માહિતી આપી. તેમના મત મુજબ ધંધામાં કુટુંબના સભ્યોને સાથે રાખો, ભલેતેદિકરી, વહુ હોય. માર્કેટમાં શાની જરૂરિયાત છે તે જોતા રહો. ધંધાને અપગ્રેડ કરતા રહો. સ્ટાફને ખુશ રાખો. પોતાની સમાજને કયાંય નીગલેટ ન કરો.

અમદાવાદના મોટીવેશનલ સ્પીકર શ્રી દિપકભાઈ પંડયાએ પિતા તરફથી પુત્રને વારસામાં મળતા ફેમીલી બિઝનેસની વાતો કરી.બિઝનેસનાં પાંચનિયમો બતાવ્યા. (૧) દરેકની લાયકાત અને ક્ષમતા પ્રમાણે વેપારમાં સ્થાન-પદ આપો. (૨) વેપારમાં જે સીસ્ટમ નક્કી કરી હોય તે પ્રમાણે જ બધાએ કામ કરવું. પોતાની પર્સનલ સીસ્ટમ

વાપરવી નહિ. (૩) Inovation - સતત બદલાવ જરૂરી છે. (૪)વેપારમાં વેલ્યુન બદલાય.Trust અને Integrityને વળગી રહેવું (પ) વેપારમાં તમારા પદ ઉપર તમારી નિવૃત્તિ પછી કોણ આવશે તે નક્કી કરીને જવું.

Ultra Denimવાળા ભરતભાઈ પટેલ, (સુરત-પ્રાંતિજે) પોતાની નોકરીથી ફેકટરી સુધીની વાતો કરી. તેમણે જણાવ્યું કે કોઈ ધંધો ગરીબ નથી. આપણે કદાચ ગરીબ હોઈ શકીએ. ઓફિસમાં સમય ઓછો આપશો તો ચાલે પણ માર્કેટમાં ગ્રાહક-વેપારી સાથે વધારે સમય આપો. નોકરી કરી અનુભવ લો, તેમાં કોઈ રોકાણ નથી.

આણંદથી આવેલ Patel Infra Structureવાળા અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે સંસ્કાર, સંસ્કૃતિ અને સંયુક્ત પરિવાર વેપારની તાકાત છે. રસોડા ભલે અલગ રહે પણ ધંધામાં ભેગા રહેવું. World Record કરવાનું વિચારો અને કરો.

સર્વોદય પેટ્રોલિયમવાળા પુરૂષોત્તમભાઈ વાઘડીયા(સુરત)એ સૉમીલથી પેટ્રોલ પંપ સુધીની યાત્રા બતાવી. પોતાના ગ્રાહકોને વધુમાં વધુ સુવિધા આપો. ૫૨ નોઝલ ધરાવતા તેમના પેટ્રોલ પંપ ઉપર ૧૨ જણા ફક્ત હવા ભરવા માટે છે. ૮૦૦૦થી વધારે ગ્રાહકો સર્વોદય પેટ્રોલિયમમાં કાર્ડવાપરે છે. આખો દિવસ પેટ્રોલ પંપ ઉપર મેળો લાગ્યો હોય તેવું દૃશ્ય હોય છે. ભારતમાં પેટ્રોલ વેચાણમાં સૌથી મોખરે રહેવાના નુસખા પણ બતાવ્યા.

નિતિનભાઈ ચૌધરી, અમદાવાદે ટુંકમાં જણાવ્યું કે ધંધામાં સારામાં સારો માલ ખરીદો. ફેકટરીના નાનામાં નાના વર્કર સાથે બેસી વાતો કરો.

બપોર પછીનું સેશન ન્યુકિલયર કન્સલ્ટન્સી વાળા સંજયભાઈ પોકાર, સુરતનું હતું. તેમણે પોતાની આગવી અદામાં ચાર પાનાનું પ્રશ્નપત્ર બધા પાસે ભરાવ્યું. વેપારના દસ વર્ષના Goal લેવડાવ્યા અને તેને કેવી રીતે પુરા કરવા તે બતાવ્યું. તેમના કહેવા પ્રમાણે કનેકશન, રેપો, ટ્રસ્ટ અને Soilsએ પાયાની જરૂરત છે. તેના પર સારું કામ કર્યું. ધંધામાં Velue વધારો, Price વધારવાની જરૂર નહિ

પડે. ઉપરથી નીચેના બધા સ્ટાફને સાચવો. વેપારી અને ગ્રાહકને પણ સાચવો. અગત્યના સ્ટાફને કમીશન આપવાને બદલે પેઢીમાં ભાગીદાર બનાવો. તેમના પાર્ટનર શ્રીમતી ભારતીબેન ચૌધરીએફિઝીકલ હેલ્થ, મેન્ટલહેલ્થ, સંબંધો અને જીવનના ટાર્ગેટ ઉપર સારું કામ કરાવ્યું.

પહેલાદિવસે રાત્રે પરિચય કાર્યક્રમ રાખ્યો. તેમાં આવનાર દરેકે પરિવાર પ્રમાણે ઓળખાણ આપી અને કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે તે જણાવ્યું. આનાથી બધાની નિકટતા વધી.

બીજે દિવસે સવારની શરૂઆતમાં પ્રથમ વક્તા શ્રી અરૂણભાઈ ચૌધરી (શાર્પેક્ષ) અમદાવાદ રહ્યા. તમારા વ્યવસાયને અનુરૂપ Business, Magazine, News Papers વાંચતા રહો. તેની જાહેરાતમાંથી પણ કેટલાક કોન્ટેક કામના હોય છે. એકઝીબીશન જોવા જાઓ.લાયન્સ કલબ અને રોટરી કલબ જેવામાં જોડાઓ. એક નવું વર્ષ તમને મળશે. કમાવાના ટાર્ગેટ મોટા રાખી સપના જુઓ. સાચી સલાહ આપે એવા “મોટાભાઈ” રાખો. નવો ધંધો કરતા હોય તેવાની સલાહ લો. તમારી પોતાની પ્રોડકટ भाटे विडीयो जनावो. Facebook, Twitter જેવાનો ઉપયોગ કરો. નફાના ૨%જાહેરાત માટે વાપરો. Online Business કરો. ઘરના માણસો અને બહારના હોશિયાર માણસોની ટીમ બનાવો. સ્ટાફને ફરવા લઈ જાઓ. તેમને ઈન્સેન્ટીવ (Incentive) આપો. વિશેષ

કામગીરી કરનારને બધાની હાજરીમાં ઈનામ-Reward આપો. ભાગીદારી પેઢીમાં દરેકને અલાયદા કામ આપો અનેદર ત્રણ મહિનેહિસાબ રજૂ કરો. ફાયર સેફટી અને વીમો ઉતારો.

બેંગ્લોરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) વિજયભાઈ જબવાણી (ખીરસરા-નેત્રા)એ એક ભાગીદારી પેઢીએ ૬ મહિનામાં ૨૦૦ કરોડનું ટર્નઓવર કેવી રીતે કર્યું તેનો પ્રોજેકટ બતાવ્યો. ધંધાની સીસ્ટમ, ભાગીદારી પેઢી, LLP, ઓટોમોડ પર ધંધો, eNACH, ફેમીલી શેર વિગેરે બાબતોની છણાવટ કરી. નડિયાદના C.A. હિરેનભાઈ પટેલેધંધામાં

નડિયાદના C.A. હિરેનભાઈ પટેલે ધંધામાં ગવર્મેન્ટની સબસીડી કેટલી અને કેવી રીતે મળે, ગુજરાત અને સેન્ટ્રલ માંથી સબસીડી કેવી રીતે મળે તેની ડિટેઈલમાં સમજણ આપી.

નડિયાદના વિનોદભાઈ લીંબાણીએ બિસ્કીટ બનાવવાની ફેકટરી અને રોડ સફાઈના મશીનો બનાવવાની ફેકટરીની માહિતી આપી. Zometoમાં આપણે વસ્તુ મંગાવીએ છીએ પણ Zometo સીસ્ટમમાં આપણે કયાંછીએ? આનું તો વિચાર્યું નથી. કોઈ પણ વ્યવસાયમાં ભાવ-લાગણી અને ઈન્વોલ્વમેન્ટ રાખો.

નડિયાદનાં યુવા વેદાંતી વિનોદભાઈ લીંબાણી પોતે Ice Cream-Natural બનાવે છે. તેની પુરી યાત્રા બતાવી. તમે એકવાત મનમાં નક્કી કરી લો તો તે અસ્તિત્વમાં આવી જાય છે.

અમદાવાદનાં લતાબેન કમલેશભાઈ ભાવાણી (રસલીયા)એ સોના-ચાંદીના દાગીનાની વાતો કરી. ઘરના માણસો અને સમાજના માણસોના સહકારની વાતો કરી. જીમમાં જોડાવાથી પણ તમને ગ્રાહક મળી શકે છે.

જીમમાં જોડાવાથી પણ તમને ગ્રાહક મળી શકે છે. મનિષા નીલેશભાઈ પારસીયાએ ધંધા માટે અને લીડરશીપ માટે કેટલાક ગુણો બતાવ્યા. તેમાં Self Assesment, Self Confident, Comfort Zone, Stability અને Mirror Workની વાતો કરી.

ગુજરાતી પીકચરના નિમાંતા અભિષેક જૈન (અમદાવાદ)એ Story-વાર્તા ઉપર ભાર મુક્યો. દરેકના જીવનની એકવાર્તા હોય છે. દરેક બ્રાન્ડ પાછળ એકવાર્તા હોય છે.તેમાંથી પીકચર બનતા હોય છે.

શ્રી કમલેશ ભાવાણીએ એમની વાતમાં પુરવાર કરી બતાવ્યું કે બાપ-દિકરાની જોડી ધંધામાં Best હોય છે.

શ્રી હાર્દિકભાઈ મોહનભાઈ સુરાણી (ઉખેડા/અમદાવાદ)એ ટફન ગ્લાસ ફેકટરીની માહિતી આપી. તેમણે ધંધા માટે વોટસએપ, ફેસબુક અને ટવીટર ઉપર ભાર મુક્યો.

હિંમતનગરના શ્રી સુરેશભાઈ સાંખલા (ખીરસરા)એ પરિવારને ભેગો રાખી પાર્ટનરશીપમાં ઓગણીસ ધંધા કેવી રીતે કર્યાઅને ભાગીદારોનેવિશ્વાસમાં રાખવા શું કરવામાં આવે છે તે સવિસ્તાર જણાવ્યું. તેમણે એકવર્ષ અનેપાંચ વર્ષના વ્યવસાયના પ્લાનીંગ નક્કી કરવા ઉપર

ભાર મુકયો.

ડૉ. સુધીર ચૌધરી (ખીરસરા/સુરત)એ બિઝનેસમેનના સ્વાસ્થ્યને હવા, પાણી અને ખોરાક દ્વારા કેવી રીતે જાળવી શકાય તેની માહિતી આપી. એસીડીટી, ડાયાબીટીસ, બીપી, જાડાપણું (Obesity)ને કંટ્રોલ કરવાના સાદા અને સરળ ઉપાયો બતાવ્યા.

ધર્મિષ્ઠાબેન નીતિનભાઈ સાંખલા (પૂના)એ ઈન્વેસ્ટમેન્ટ અને વિવિધ ઈન્સ્યોરન્સની માહિતી આપી.

સુરતના અગ્રણી કાર્યકર શ્રી કાંતિભાઈ સોમજીભાઈ સાંખલા (ખીરસરા)એ સામાજિક ગઠબંધન અને જીવનના મુલ્યોની વાતો કરી. સુરતમાં શરૂ થયેલ “સમજણનું પંચામૃત”ની જાણકારી આપી.

નવલકથાના લેખક શ્રી હંસરાજભાઈ સાંખલા (ખીરસરા/હિંમતનગર)એ કહ્યું કે ૫૦ વર્ષ સુધી ધંધો એજ તમારું લક્ષ્ય હોવું જોઈએ. ગીતાના ૧૪,૧૫,૧૬ અને ૧૮મા અધ્યાયમાં ધંધા માટેની જે વાતો કરી છે તે સમજાવી પૈસા કયારેય ભેગા થયા નથી અને પૈસા વગર કોઈ કામ અટક્યા નથી એવો તેમનો મત રજૂ કર્યો.

ભારતીબેન દિલીપભાઈ ચૌધરી (ખીરસરા/સુરત)એ પોતે ચલાવી રહેલ “નિર્માણ ગુરુકુલમ”માં ચાલુપ્રવૃત્તિની માહિતી આપી. Be Extra Ordinary, Super Mom, Manage Emotions-Manage Life, સબંધ હે સચ, પર્સનલ અને ફેમીલી કાઉન્સેલીંગની વાતો કરી.

ઓપન મંચમાં નાનાલાલભાઈ ચૌધરી (બેંગ્લોર), તુલસીભાઈ ભાવાણી (દહેગામ), વિશ્રામભાઈ ચૌધરી (નડિયાદ), ગોપાલભાઈ ભાવાણી (કોલ્હાપુર) અને બીજા ઘણા ભાઈ- બહેનોએ પ્રસંગને અનુરૂપ પ્રવચનો કર્યા.

બે દિવસનું માઈક સંચાલન શૈલેષ દેવશીભાઈ પોકારે કર્યું. તેને સાથ અને સહકાર દૃશ્ય મહેન્દ્રભાઈ ભાવાણી અને સોહમ રાજેન્દ્રભાઈ ભાવાણીએ આપ્યો.