નાશીક-વણી : મહારાષ્ટ્ર ના નાશીક જિલ્લામાં આવેલ યાત્રાધામ સપ્તશૃંગી ગઢ-વણી માં ગત તા.7-12-2025 ના સાંજના 5:15 વાગે સર્જાયેલા ભયંકર અકસ્માતમાં છ જણના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યા મોત થયા હતા.
અકસ્માત ની વિગતમાં સપ્તશૃંગી માતાજીના દર્શન કરવા જતા ઘાટ રસ્તા પર કાર 800 થી 1000 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકતા આ દુર્ઘટના સર્જાઈ હતી.અકસ્માતમાં મૃત્યુ પામનાર છ વ્યક્તિઓ આપણી સમાજના હતા જેમાં મહાદેવ સો મીલ/ કલ્યાણી સ્ટીલ વાળા કિર્તીભાઈ હિંમતભાઈ(ગોપાલભાઈ) સાંખલા ઉં.વર્ષ 52 તથા તેમના ધર્મપત્ની રસીલાબેનકિર્તીભાઈ સાંખલા. ઉ.વર્ષ 50.રહે.પીપળગાંવ(બ) કચ્છમાં ગામ ઉખેડા અને પરિવાર ના વેવાઈ વિઠ્ઠલભાઈ માવજીભાઈ લીંબાણી ઉં.વર્ષ 61 અને વેવાણ લતાબેન લીંબાણી ઉ.વર્ષ 60. રહે.રસલીયા હાલે ગાંધીધામ અને કિર્તીભાઈ ના સસરા પચાણભાઈ કરમશીભાઈ લીંબાણી- ઉંમર વર્ષ 65 અને સાસુ મણીબેન પચાણભાઈ લીંબાણી. ઉ.વર્ષ 60 રહે.મથલ-હાલે પુના. મળતી માહિતી અનુસાર સાંખલા પરિવારમાં લગ્ન પ્રસંગે સબંધીઓ આવેલા હતા અને ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરી ઈનોવા ગાડીમાં સપ્તશૃંગી માતા મંદિરના દર્શન કરવા જઇ રહ્યા હતા ત્યારે ઘાટ રસ્તા પર ગાડી પર નો કાબુ ગુમાવતા કાર ઊંડી ખાઈ માં પલટી ખાઈ ગઈ હતી અને કારમાં સવાર છ વ્યક્તિઓના સ્થળ ઉપર જ મોત થયા હતા.
અકસ્માતની જાણ થતા સ્થાનિક સરકારી તંત્ર ની ટીમો તેમજ આપણી સમાજના ભાઈઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતની ખબર વાયુવેગે ફેલાતા સમગ્ર ભારતભર માં રહેતા કડવા પાટીદાર સમુદાયમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે કિર્તીભાઈ પીપળગાંવ(બ) ના ભાઈઓ સાથે સપ્તશૃંગી માતાજીના દર્શન માટે આવતા યાત્રાળુઓ માટે નિયમિત ચા નાસ્તાની વ્યવસ્થા કરતા અને અવારનવાર દર્શને આવતા તેથી તેઓ ઘાટ રસ્તાથી વાકેફ હતા અને તેમની પાસે ડ્રાઇવિગ નો બહોળો અનુભવ હતો. સ્થાનિક પીપળગાંવ(બ)માં પ્રતિષ્ઠિત વેપારી તરીકેની નામના હતી. સૌ વેપારીઓ એ ધંધાકીય પ્રતિષ્ઠાન સ્વેચ્છિક બંધ રાખી મોટી સંખ્યામાં અંતિમયાત્રામાં જોડાયા હતા. પરિવાર ના વેવાઈ વિઠ્ઠલભાઈ માવજીભાઈ લીંબાણી અને વેવાણ લતાબેન લીંબાણી ના અંતિમ સંસ્કાર અમદાવાદ ખાતે કરવામાં આવેલ હતા.કિર્તીભાઈ ના સસરા પચાણભાઈ લીંબાણી અને સાસુ મણીબેન લીંબાણી ના અંતિમ સંસ્કાર પુના ખાતે કરવામાં આવેલ હતા.
પાટીદાર સંદેશ પરિવાર દિવંગત આત્માઓ ને તેમની સમીપે વાસ કરાવે એવી પ્રાર્થના કરે છે....