વિથોણ (કચ્છ) : (અમારા પ્રતિનિધિ શ્રી શાંતિલાલ એ. લીંબાણી દ્વારા)
“ના જણાવ્યું જાનકીનાથે કે કાલે શું થવાનું છેપ” વિથોણ ગામમાં ઉપરા-ઉપરી પાંચ પાટીદારનો યુવાન વયે અકસ્માતમાં મૃત્યુ થવાથી પાટીદારોમાં સન્નાટો છવાઈ
ગયો છે. પાછલા ૪૦ દિવસમાં પાંચ યુવાનો સહિત ૧૧ જણા સ્વર્ગે સિધાવ્યા છે. જે વિથોણ ગામ માટે આઘાતજનક ઘટનાઓ છે. એકનું બેસણું પુરૂં થાય તે પહેલા
નનામીઓ ઉપાડવાનો વારો આવતો હતો.
તાજેતરમાં બનેલી ઘટનાઓમાં વિથોણના હર્ષદ કિશોરભાઈ રૂડાણી (ઉ.વ. ૧૫) અને અંશ ધનસુખભાઈ સેંઘાણી (ઉ.વ. ૧૧) હાલે ગુદાળા, કિશોર ગોપાલભાઈ
વાલાણી (સિંધુદુર્ગ) (ઉ.વ. ૩૫), નટવરલાલ પોપટભાઈ માનાણી (વિથોણ) (ઉ.વ. ૩૫), શંકરલાલ જસરાજ સામાણી (ઉ.વ. ૪૦) અને ચમનભાઈ વાલાણી (ઉ.વ.
૫૪)ના દુ:ખદ અવસાન થવાથી વિથોણ પાટીદાર સમાજમાં માતમ છવાઈ ગયો છે.
આ પૈકીના બે યુવાનો યક્ષ નજીક
તા. ૧૨-૭-૧૬ના ખાનગી માલિકીની મીની બસના અકસ્માતમાં ઘટના સ્થળે મોતને ભેટ્યા હતા. બંને યુવાનોના માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા
તેમણે રસ્તા ઉપર જ દમ તોડ્યો હતો જ્યારે એક માસ અગાઉ ગામનો જ યુવાન શોર્ટ લાગવાથી સિંધુદુર્ગ ખાતે અવસાન પામ્યો હતો અને નાની વયના બે તરૂણો
પૈકી હર્ષદ ઘરે પડી જતા માથાના ભાગમાં ઈજાઓ થતા મૃત્યુ પામ્યો હતો. જ્યારે ૧૧ વર્ષનો અંશ સેંઘાણી શાળાએ જતા રીક્ષામાંથી પટકાઈ જતા મૃત્યુ પામ્યો હતો.
વિથોણ ગામે કાળચક્ની થપાટમાં પાછલા ૪૦ દિવસમાં ૧૧ જણ સ્વર્ગે સિધાવ્યા છે. પાછલા દોઢ માસથી સતત બેસણા ચાલુ રહેવાથી ગામ અને સમાજમાં મોતનો
ભય છવાઈ ગયો છે. છ પૈકીના પાંચ યુવાનો અકસ્માતનો ભોગ બન્યા છે. એ જ બસમાં આણંદસર (વિથોણ)ના કિરીટભાઈ કેશવલાલ (ઉ.વ. ૨૬)ને અસ્થિભંગ
જેવી ઈજાઓ થવાથી ભૂજ અને પછી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.
વિથોણ ગામના યુવાનો ઉપર યમરાજાનું મૃત્યુ તાંડવ થવાથી અરેરાટી ફેલાઈ ગઈ છે. ઉપરા-ઉપરી યુવાન વયના અને પરિવારના મોભીના મૃત્યુ થવાથી પરિવાર
પણ દુઃખમાં ગરકાવ થઈ ગયો છે. ૩૫ વર્ષના ત્રણે યુવાનોના બેથી વધુ સંતાનો છે. પરિવારની હૂંફ સિવાય ઉપર આભને નીચે ધરતી છે.
(સદ્ગતના આત્માને ઈશ્વર શાંતિ આપે એજ પ્રાર્થના “પાટીદાર સંદેશ” પરિવાર મૃતકોને શ્રદ્ધાંજલિ સાથે સાંત્વના આપે છેપ - તંત્રીઓ)