કુરબઈ (તા. ભૂજ-કચ્છ) : (અમારા પ્રતિનિધિ શ્રી મણિલાલ ડી. પટેલ “વિલાપ' દ્વારા)
ગત તા. ૬-૭-૨૦૧૬ના અત્રેના રામજીયાણી પરિવારના સુરધનદાદાના સ્થાનકે પરંપરાગત રીતે અર્ચન, પૂજન, સિંદુર, હવન, બાળ લટ, છેડાછેડી છોડવાની
વિધિઓ સાથે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવેલ, જેમાં ૧૨૦૦ જેટલાં પરિવારજનોએ ઉત્સાહભેર દર્શનનો લાભ લીધો હતો. સવારે ૭-૦૦ વાગે
સુરધનદાદાનો હવન યજમાન પરિવાર લક્ષ્મીપરના શ્રી હિરજીભાઈ અખઈભાઈના પરિવાર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો. સાથે સાથે દાદાના પૂજન-અર્ચન
વિધિઓ, શૌર્ય ગીતો રજૂ થયાં. શ્રી કાનજીભાઈ લાલજી (કુરબઈ)એ જલાભિષેક, ધૂપ-દિપની વિધિ કરી હતી. શ્રી કરમશીભાઈ લધાભાઈ (ઘાટકોપર)એ મધુર
સ્વરે આરતી-સ્તુતિ ગાઈ હતી. ભાવિક પરિવારજનોએ પરંપરાગત વિધિ વિધાન, પૂજન-અર્ચન કર્યા હતા.
સવારે ૯-૩૦ વાગે પટાંગણમાં વાર્ષિક સામાન્ય સભાનું આયોજન પ્રમુખ શ્રી છગનલાલ નાનજીના અધ્યક્ષપદે થયું હતું. ગત મીટીંગની મીનીટસને મહામંત્રી શ્રી
મણિભાઈ 'વિલાપ'ની રજૂઆત સાથે બહાલી મળી હતી. હિસાબોની રજૂઆત ખજાનચી શ્રી શાંતિભાઈ (અમદાવાદ)એ કરી હતી. પ્રમુખશ્રી દ્વારા “રામજીયાણી
નિરાધાર પરિવાર સહાય યોજના” પર વિસ્તૃત ચર્ચા કરી મુસદ્દાને બહાલી આપવામાં આવી, જેના અંતર્ગત પરિવારના નિરાધાર સભ્યો સહાયપાત્ર બનશે. તે અંગે
અરજી કરવાની રહેશે. શ્રી કરમશીભાઈએ સ્થાનકની ગતિવિધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ આગામી ૩ વર્ષ (૨૦૧૬-૧૯) સુધીની નવી કારોબારીની
વરણી કરવામાં આવેલ. શ્રી રવિલાલ કેસરા (દેશલપર)એ રચના અંગે મુદ્દાસર માહિતી આપી હતી અને સભામાં સ્વૈચ્છિક સેવા-સમયદાન આપવા વિનંતી કરી
હતી. તે મુજબ કારોબારીની વરણી નીચે મુજબ કરવામાં આવી.
પ્રમુખ : શ્રી રવિલાલ કેસરા (ઘાટકોપર-દેશલપર) , ઉપપ્રમુખો સર્વશ્રી : મેઘજીભાઈ જેઠા (ઘાટકોપર-ભેરૈયા) અને દેવેન્દ્રભાઈ શિવલાલ (વડોદરા), મહામંત્રી : શ્રી
મણિલાલ ધનજી 'વિલાપ' (અમદાવાદ) , મંત્રીઓ સર્વશ્રી: જ્યંતિલાલ દેવસી (મુંબઈ) , ડૉ. આર.એસ. પટેલ (હિંમતનગર) અને નાનજીભાઈ સોમજીભાઈ
(જનકપર), ખજાનચી : શ્રી શાંતિલાલ ધનજી (અમદાવાદ) , સહખજાનચીઓ સર્વશ્રી : મગનલાલ કરસનભાઈ (ઘાટકોપર), વિનોદભાઈ મગનભાઈ (ગાંધીનગર)
અને છગનલાલ રાજાભાઈ (કુરબઈ) , સલાહકારો સર્વશ્રી : છગનલાલ નાનજી (મુંબઈ) , કરમશીભાઈ લધા (મુંબઈ) , મોહનભાઈ રતનશી (મદનપુરા) , રમેશભાઈ
દેવશી (મુંબઈ), ડૉ. હિરૂભાઈ (ધર્મેડાકંપા) , નારણભાઈ વાલજી અને પ્રાણલાલ વાલજી (લક્ષ્મીપર-નખત્રાણા) .
કારોબારી સભ્યો સર્વશ્રી : (કચ્છ વિભાગ) કાનજીભાઈ લાલજી (કુરબઈ), બાબુલાલ હરજી (કુરબઈ), રવજીભાઈ શિવદાસ (કુરબઈ), દિનેશભાઈ ગોપાલ
(કુરબઈ), રમેશભાઈ લાલજી (મદનપુરા) , સોમજીભાઈ શિવદાસ (કુરબઈ) , પુરૃષોત્તમભાઈ વાલજી (લક્ષ્મીપર) , કાન્તિલાલ રામજી (રત્નાપર) , વાલજીભાઈ સવગણ
(નવી મંજલ) અને અંબાલાલ નારણ (જીયાપર) .
મુંબઈ વિભાગ સર્વશ્રી : રવિલાલ નારણ, ઈશ્વરલાલ હરજી, ભરતભાઈ રવજી, કાન્તિલાલ કરસન, રમણિકલાલ કરસન, પ્રભુદાસ ગોવિંદ, નરેન્દ્રભાઈ રવજી,
કાનજીભાઈ મેઘજી (નાસિક), વિરેન્દ્રભાઈ લાલજી, કરસનભાઈ માવજી, હિતેશભાઈ રમણભાઈ (પૂના કંપાવિસ્તાર) , જ્યંતિભાઈ કાનજી (નાસિક કંપાવિસ્તાર) ,
હિરાલાલ કેસરા અને ડૉ. જીતુભાઈ હિરૂભાઈ (ખારઘર) .
શેષ ગુજરાત સર્વશ્રી : રવિલાલ હિરજી (ફુલપુરાકંપા) , હરિભાઈ શિવદાસ (દહેગામ), જેઠાભાઈ શિવદાસ (હળવદ), ચીમનભાઈ દેવજી (ખેડા) અને વિક્લદાસ
લાલજી (અમદાવાદ) .
સાબરકાંઠા વિભાગ સર્વશ્રી : ડાહ્યાભાઈ સોમજી (મણિપુરાકંપા) , સુરેશભાઈ શિવજીભાઈ (ખેડબ્રહ્મા) , રમેશભાઈ વેલજી (મોડાસા) , બીપીનભાઈ પુંજાભાઈ
(ધર્મેડાકંપા) , પુરૂષોત્તમભાઈ મણિભાઈ (લાલપરકંપા) , શાંતિલાલ ખીમજી (ધનસુરા), ચંદુભાઈ રાજાભાઈ (માળકંપા), અંબાલાલ કરસન (લાલુકંપા) , સોમાલાલ
સવગણભાઈ (ધર્મેડાકંપા) , રમણભાઈ માધાભાઈ (વડોદરા) અને અંબાલાલ શામજીભાઈ (ઈટાડીકંપા) .
વરણી બાદ પ્રમુખ શ્રી રવિલાલભાઈ કેસરાએ કાર્યભાર સંભાળીને પરિવારજનોને સાથ-સહકાર આપવા વિનંતી કરી હતી. તેમણે પૂર્વ પ્રમુખ શ્રી છગનભાઈ દ્વારા
હાથ ધરાયેલ કાર્યોની પ્રશંસા કરી હતી. વિદાય લેતા પ્રમુખ શ્રી છગનભાઈએ તેમના કાર્યકાળ દરમ્યાન સૌએ આપેલ સહયોગની નોંધ લીધી હતી. પ્રમુખશ્રીએ કોઈ
વિસ્તારમાં શરતચૂકથી સેવા ઉત્સુક કાર્યકર રહી જવા પામેલ હોય તો તેમને સમાવવા માટે હાક્લ કરી હતી તેમજ તા. ૫-૬-૧૬ના સાંજના ભોજનદાતા શ્રી
રમણિકલાલ મનજી તથા મુખ્ય યજમાન શ્રી હિરજીભાઈ અખૈઈ પરિવારને સ્વસ્થાને ઉભા કરી વધાવ્યા હતા.
આગામી અષાઢી બીજના મુખ્ય ભોજનદાતા-યજમાન સ્વ. હિરજીભાઈ નાનજીભાઈ પરિવાર (માધવકંપા)ની નોંધ લીધી હતી. ઉપપ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈએ
આભારવિધિ કરી હતી.