નખત્રાણા : (અમારા પ્રતિનિધિ શ્રી ઈશ્વરભાઈ માવજી ભગત દ્વારા)
ગુજરાત સરકારની દરેક તાલુકાને કોલેજ ફાળવવાની નીતિ અનુસાર લખપત તાલુકાના દયાપર ખાતે કોલેજ મંજુર કરવામાં આવેલ. દયાપરના મોર્ડન સ્કૂલના
સંકુલમાં જ ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ. હાલમાં કોલેજનું સંચાલન ભૂજની લાલન કોલેજના હેઠળ
ગોઠવવામાં આવેલ છે.
નખત્રાણા ખાતે આવેલ ચ્સ્ક્# કોલેજ વર્ષો બાદ પણ સરકારી ગ્રાન્ટેડ ન બનતા સતત દબાણ હેઠળ ચાલી રહી છે. ભૂજના મુકેશભાઈ ઝવેરીની સાથે આપણી
સમાજના સભ્યો ટ્રસ્ટીશ્રી તરીકે જોડાયા બાદ કોલેજને ગ્રાન્ટેડ બનાવવા માટે પ્રયત્નો વેગવાન બનાવેલ. છેલ્લે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને
મળ્યા બાદ રસ્તો કાઢવાનું આશ્વાસન આપેલ. જુલાઈના પ્રથમ અઠવાડીયે ચ્સ્ક્#ના ઉચ્ચ અધિકારીશ્રીઓ રૂબર્ કોલેજની મુલાકાતે આવેલ અને સંપૂર્ણ માહિતગાર
થયેલ.
ય્સ્કુ# કચ્છમાં લીગ્નાઈટ, બોક્સાઈટ જેવી વિવિધ માઈનસ ધરાવે છે અને કચ્છમાંથી કરોડોનો નફો રળે છે. જેમાંથી દર વર્ષે સેવા કાર્ય માટે રકમ ફાળવવાની
હોય છે. જે અન્યત્ર વપરાય છે. જેમાંથી નખત્રાણાને ગ્રાન્ટ ફાળવવા માટે સકારાત્મક રીતે કાર્ય ચાલી રહ્યું હોવાથી આશા જન્મી છે. સરકાર દ્વારા ગ્રાન્ટેડની
નીતિ બંધ કરવામાં આવેલ હોવાથી અન્ય પ્રકલ્પો માંથી જ ગ્રાન્ટ મેળવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
નખત્રાણા ખાતે કોલેજ ચાલુ થવાથી અન્યની સાથે ખાસ તો કન્યા કેળવણીને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે. આશા રાખીએ વહેલી તકે સરકાર દ્વારા ગ્રાન્ટ
ફાળવાય.