નખત્રાણા (કચ્છ) : (શ્રી શંકરભાઈ વાડીયા દ્વારા)
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર વાડીયા પરિવારના સુરધનદાદાની વાર્ષિક તિથિ તા. ૨૯-૯-૧૬ને ભાદરવા વદ ૧૪ના દિવસે આવે છે, જેમાં સવારના
ભાગમાં પ્રસાદ, ચડતર, છેડા-છેડી, નાળીયેર, તિલક અને ખાસ હોમ-હવન રાખેલ છે. સામાન્ય સભા રાખવામાં આવેલ છે, જેમાં સરસ્વતી સન્માન રાખેલ છે.
ધો. ૧૦,૧૧ અને ૧૨ના વિદ્યાર્થી તથા ૬૦%, ઉપર ડિગ્રી મેળવેલ હોય એવાએ તેમજ ઉચ્ચ હોદ્દામાં પ્રવેશ કર્યો હોય તેવાઓએ પોતાના રીઝલ્ટ તા. ૧-૯-૨૦૧૬
પહેલાં પહોંચતા કરવાં. રીઝલ્ટ પાછળ પોતાની વિગતો મોકલવા વિનંતી કરાઈ છે. વધુમાં દાદાના સ્થાનકના વિસ્તારના ઓપનીંગની ચર્ચા વિચારણા અંગે
કારોબારી મીટીંગ
તા. ૨૬-૮-૨૦૧૬ જન્માષ્ટમીના બીજા દિવસે રાખવામાં આવેલ છે, તો દરેક કારોબારી સભ્યોને અચૂક હાજર રહેવા વિનંતી.
મીટીંગ લુડવા સ્થાનક ઉપર જ સવારે ૯-૦૦ કલાકે રાખેલ છે.
પત્ર વ્યવહાર : (૧) ચંદુભાઈ હરજીભાઈ વાડીયા મુ.પો. રાજપર, તા. માંડવી, જિ. કચ્છ. મો.: ૯૯૦૯૪ ૩૯૮૭૦ (૨) શંકરભાઈ એલ. વાડીયા મહાદેવનગર,
રિદ્ધિ-સિદ્ધિ બંગલો, જે.પી. હોટલની બાજુમાં, નખત્રાણા-કચ્છ. મો.: ૯૪૨૭૪ ૪૯૭૫૭.