વિથોણ : (અમારા પ્રતિનિધિ શ્રી શાંતિલાલ એ. લીંબાણી દ્વારા)
શ્રી અખિલ ભારતીય ભૃગુ ગોત્રીય સનાતન લીંબાણી પરિવારના સુરધનદેવ પૂ. હરદાસદાદાની ૩૨૫મી પુણ્યતિથિ ઉજવવા નડીયાદ ખાતે આયોજન સમિતિની એક
મીટીંગ મળી હતી, જેમાં ભંડોળ એકત્રિત કરવા અને પ્રકાશન અને પ્રસાર-પ્રચાર સમિતિનું ગઠન કરવામાં આવેલ.
નડીયાદના ઉમાભવન ખાતે તા. ૩-૭-૧૬ના મહોત્સવના કન્વીનર રમેશભાઈ (નાગપુર)ના અધ્યક્ષસ્થાને મીટીંગ મળી હતી, જેમાં કાન્તિભાઈ (મુંબઈ) , દેવજીભાઈ
(ભૂજ), શાંતિલાલ (આણંદસર), ગોવિંદભાઈ (નાગપુર), રતનશીભાઈ (કોલ્હાપુર) , દેવજીભાઈ (ભૂજ) , રતનશીભાઈ (નખત્રાણા) , બાબુભાઈ (પીપળીકંપા) ,
ચંદુભાઈ (ઝ.દ્ર.) (મામલતદાર), તેજાભાઈ (હૈદ્રાબાદ) , મોહનભાઈ (નખત્રાણા) વિગેરે મંચસ્થ રહીને કાર્યક્રમનો દોરી સંચાર કર્યો હતો અને આયોજનની
રૂપરેખાને ઓપ આપવામાં આવ્યો હતો.
આ મીટીંગમાં નિયાણીઓ માટેના ફોર્મ ઉછામણીની અપસેટ રકમ તેમજ તા. ૨૧-૮-૧૬ના ઘડાણી ખાતે મળનારી પરિવારની સામાન્ય સભાની વિગતો, જેમાં
પરિવારદીઠ બે સભ્યોને ખાસ ઉપસ્થિત રહેવાની ખાસ ભલામણ કરવામાં આવી હતી. દેવજીભાઈ, કાન્તિભાઈ, ચંદુભાઈ વિગેરેએ વિવિધ સુચનોનું આદાન-પ્રદાન
કર્યું હતું. ખાસ કરીને દિકરીની સાથે ગાય અને આરોગ્ય બાબતે ભંડોળ એકત્રિત કરવા ભાર મુકયો હતો.
બે દિવસીય મહોત્સવને યાદગાર બનાવવા દરેક સમિતિઓને તાત્પર રહેવા જણાવવામાં આવ્યું હતું. ચુલાદીઠ ર. ૧૧૦૦/-અને નિયાણભેટ મરજીયાત રાખવાનું છે.
દાતાશ્રીઓને મન મુકીને ચઢાવવા લેવા અને મન મુકીને આર્થિક સહયોગ આપવા અને દાતાશ્રીઓને પોરસ ચઢાવવા ચુલાદીઠ એક વ્યક્તિને તા. ૨૧-૮-૧૬ના
હાજર રહેવા ભારપૂર્વક અનુરોધ કરવામાં આવેલ.
ઘડાણી, નાગપુર, નડીયાદ અને ફરી પાછી નડીયાદ ખાતે આયોજન સમિતિની મીટીંગ મળી હતી. મીટીંગમાં બેજોડ વ્યવસ્થા નડીયાદના નરસિંહભાઈ, નવિનભાઈ
અને માવજીભાઈએ અલાયદી સગવડો ઉભી કરેલ, જેનો આભાર પરિવારે માન્યો હતો. આ પ્રસંગે ભારતભરના દરેક વિસ્તારોમાંથી સભ્યો હાજર રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન મંત્રી શાંતિલા લીંબાણી (કચ્છ)એ કર્યું હતું. આભારવિધિ ગોવિંદભાઈ (નાગપુર)એ કરી હતી.