કચ્છજા વાવડ / આ અંકની વિચારણીય કમનસીબ ઘટના - જો સાચી હોય તો.. વિથોણની પાટીદાર યુવતીને બ્લેકમેલ કરનાર વિપ્રનો યુવાન અંતે કારાવાસમાં પહોંચ્યો.. ગ્રામજનોની એકતાપ યુવતીના બયાનથી રહસ્ય ખુલ્યું. .


વિથોણ (કચ્છ) : (અમારા પ્રતિનિધિ શ્રી શાંતિલાલ એ. લીંબાણી દ્વારા)

ગામની પાટીદાર યુવતીનું સતત બે વર્ષ સુધી, સતત ધાક-ધમકી અને છરીની અણીએ શારીરિક શોષણ કરનાર ગામના બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનને મહિલાઓની
સર્તક્તાના કારણે પકડી પાડવામાં આવ્યો હતો. વિથોણ સમાજની મીટીંગમાં યુવાને બધું જ કબુલ્યું હતું પરંતુ શોષણ નહિ પણ સમર્પણ હોવાનું જણાવતા
પાટીદારોનો રોષ ભભુકી ઉઠ્યો હતો અને અંતે બળાત્કારની ફરિયાદ દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર યુવતી અને વિપ્ર યુવાન બંને સીંગર છે અને અનેક કાર્યક્રમોમાં સાથે ગીતો ગાય છે. જ્ઞાતિની દિકરીનું જાતીય શોષણ કે સમર્પણ
તેના વિષે હજી વિગતો સાંપડી નથી છતાં જે રીતે પાટીદાર યુવતીનું જાતીય શોષણ (બળાત્કાર) કરવામાં આવ્યો છે તે કોઈપણ રીતે ચલાવી લેવાય તેમ નથી. આ
પ્રકરણમાં રાજકીય હસ્તક્ષેપ થયો હોવાની ચર્ચાઓ ચોરેને ચોટે ચર્ચાતી હતી પરંતુ રાજકારણીઓ સાથે બેઠક કરતા સત્ય બહાર આવ્યું છે. આપણી જ્ઞાતિના
રાજકીય આગેવાનો બિલકુલ પ્રોજેટીવ રહ્યા હતા પરંતુ અફવાના અંધારામાં અથડામણ જેવું બન્યું હતું. સરવાળે એક્જુટ બની જ્ઞાતિની દિકરીઓને ફસાવતા તત્ત્વો
સામે કાયદાનું હથિયાર ઉચું કરવામાં સંપૂર્ણ ગામ એકમત બન્યું છે.

બળાત્કાર પ્રકરણના દોષીને સહયોગ આપનાર અન્ય જ્ઞાતિના ચાર જેટલા યુવાનોને પણ કાયદાની જોગવાઈ હેઠળ સજા થાય તેવું ગામ લોકોએ એક સુરે જણાવ્યું
હતું. આપણી દિકરીઓ કેમ ફસાઈ જાય છે તે રહસ્ય હજુ અકબંધ છે. “ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો” આવું કેમ થાય છે. બે વર્ષના પ્રકરણનો
પર્દાફાશ આવડો મોડો કેમ થયો છે ?

આવી ઘટનાઓમાં ખરેખર દોષી કોણ હોય છે. બે વર્ષના પ્રકરણ અને દિકરીની વર્તણૂંકનો મા-બાપને જરાય ખ્યાલ નહિ આવ્યો હોય !! આવી બાબતે મા
અજાણ હોય તે માનવું યોગ્ય નથી. ફરિયાદ લખવા બાબતે વિથોણ, નખત્રાણા, કોટડા, નાગલપર વિગેરે ગામના યુવાનો પોલીસ સ્ટેશને ધસી ગયા હતા અને
જ્ઞાતિ એકતાનો પરિચય પી.એસ.આઈ.ને કરાવતા અંતે એફ.આઈ.આર. પોલીસ ચોપડે નોંધાઈ હતી. પોલીસ ધરપકડ કરે તે પહેલા આરોપી હાજર થઈ ગયો હતો.
જાગો દિકરીઓ હવે હદ થાય છે. “આપણા ખારાને બીજા પ્યારા” આવું બંધ કરો, નહિ તો આપણા પૂર્વજો આપણને ક્યારેય માફ નહિ કરે.