કચ્છજા વાવડ / કાદિયા મોટા ખાતે રવજીબાપાના સ્થાનકે અષાઢી બીજની ઉજવણી કરાઈ


કાદિયા મોટા (કચ્છ) : (અમારા પ્રતિનિધિ શ્રી ક.વિ. પટેલ, નવી દિલ્હી દ્વારા)

અત્રે પોકાર પરિવારના રવજીદાદાના પરિવારજનો દ્વારા કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ધામધૂમ અને ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. ગામમાંથી સૌ
પરિવારજનો શોભાયાત્રાના સ્વરૂપે સ્થાનકે પહોંચ્યાં હતાં.

અમારા પ્રતિનિધિના અહેવાલ મુજબ રવજીદાદા અને તેમનાં બહેન રૂડબાઈ - બંને ભાઈ-બહેન, પશુઓને વાળવા જતાં બહારવટીયા સાથેના ધીંગાણામાં શહીદ
થયાં હતાં, તેમના પાળીયા ગામના પાદરમાં ઉભા છે. વર્ષોથી તેમના વંશ-વારસો અને પરિવારજનો અષાઢી બીજે અહીં આવે છે. તે મુજબ આ વર્ષે પણ પૂજાપાઠ
અને ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. છેલ્લે ગામમાં પરત આવીને સૌ સમૂહ ભોજન લઈને છુટા પડ્યા હતા.