તંત્રીલેખ / સમાજમાં “સર્વત્ર” જોવા મળી રહેલ સુસ્તીપ હળવાશનો માહોલ.. (તંત્રીલેખ, ઓગષ્ટ, ૨૦૧૬)


વ્હાલાં વાચક ભાઈ-બહેનો,

“પાટીદાર સંદેશ” સમાચાર પત્ર, ૩૫ વર્ષની યાત્રા પૂર્ણ કરીને ૩૬મા વર્ષની
યાત્રાનો પાંચમો અંક (સળંગ ર્્વહ જી અંક ૪૨૫) આપના હાથમાં મુકતાં હર્ષ
અને ગૌરવની લાગણી અનુભવે છે. હાલ અમારી ગ્રાહક સંખ્યા ૨૨,૦૦૦ને
આંબવા જઈ રહી છે, ત્યારે સમગ્ર દેશભરમાં પથરાયેલા અમારા વિશાળ
વાચક સમુદાય પ્રત્યે અહોભાવ વ્યક્ત કરીએ છીએ. વાચક ભાઈ-બહેનોના
હૃદયપૂર્વકના સહયોગ વગર અમે આ સિદ્ધિ હાંસલ ન કરી શક્યા હોત.
આમ તો અમે “પાટીદાર સંદેશ”ના ૪૦ થી ૪૪ પાનાંના અંક પ્રસિદ્ધ કરવાનું
વિચારેલ, પરંતુ છેલ્લા બે માસ દરમ્યાન દેશના વિવિધ ભાગોમાંથી
સમાચારોનો ધસારો અને તેમાં ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર પરિણામો
અને સિદ્ધિઓ હાંસલ કરનાર ભાઈ-બહેનોનાં ગૌરવ ફોટાની વિગતોને
કારણે ચાલુ ઓગષ્ટ માસનો અંક ૬૦ પાનાંનો કરવા છતાં હજુ ઘણા સમાચારો અને ગૌરવ ફોટાંઓનો સમાવેશ કરવાનો રહી ગયેલ છે. “પાટીદાર સંદેશ”ના ગત
જુલાઈ માસના અંક અને ચાલુ ઓગષ્ટ માસના અંકનાં પાના ઉપર નજર કરશો તો આપને જણાશે કે માત્ર જી.જી.ઝ. કે ૩૪.જી.ઝ. નહીં, પણ ગ્રેજ્યુએટ અને
પોસ્ટ ગ્રેજ્યુએટ થનાર વિધાર્થી ભાઈ-બહેનોની યાદી નાની સુની નથી. હવે આપણી તેજસ્વી કન્યાઓ માત્ર બી.એ. કે બી.કોમ. કરવાને બદલે બી.ઈ. (સિવિલ)
તો થવા માંડી છે, પરંતુ આ અંકના પાના નં. ૪પ ઉપર નજર કરશો તો આપ સૌનું માથું ગૌરવથી ઉંચું થશે. તાજેતરમાં જાહેર થયેલ ઝ.છ.ની ઉચ્ચ કક્ષાની
પરીક્ષામાં અમને મળેલ કુલ આઠ ગૌરવ પૈકી ચાર તો આપણી કન્યાઓ છે. આપણે સૌ જાણીએ છીએ કે ઝ.છ.નું પરિણામ બહુ જ ઓછું આવતું હોય છે. આમેય
ઝ.છ. થવું નાની સુની વાત નથી. તેમાંય આપણી કન્યાઓપ પાટીદાર કન્યાઓપ અને તેમાંય કચ્છ કડવા પાટીદાર સમાજની કન્યાઓ ઝ.છ. બને ત્યારે આ
કન્યાઓ અને તેમનાં પરિવારોને પ્રણામ કરવાનું મન થાય છે. અત્યારે આના વિશે બહુ લાંબુ લખવું નથી. ભવિષ્યમાં કયારેક વિગતે ઉલ્લેખ કરીશું.

“પાટીદાર સંદેશ”ના ગત માસના “સગપણની સમસ્યા” અંગેના તંત્રી લેખે સમગ્ર સમાજમાં વૈચારિક વમળો ઉભાં કર્યા છે. આપણને સૌ કોઈને સ્પર્શતી અને કોરી
ખાતી આ સમસ્યા અંગે થોડાંક મંતવ્યો આ અંકમાં પ્રસિદ્ધ કર્યા છે. આખરે તો આ વિષયે વૈચારિક વલોણું થશે તો જ ક્યાંક માર્ગ નીકળશે.

દરમ્યાન “હાલમાં સમગ્ર સમાજમાં સુસ્તી-હળવાશ-થોડીક આળસ પ્રવર્તી રહી છે” તેવા મારા અવલોકનના આધારે

અમારા સહયોગી તંત્રીશ્રી મણિભાઈ “વિલાપ'ના મુક્ત વિચારો અહીં રજૂ કર્યા છે.

“હમણાં જાણે મંદી અને સુસ્તતાનો માહોલ છવાયો છે. મોસમ પણ મન મુકીને જામતી નથી. મેઘરાજા રીસાયા હોય એવું લાગે છે. પૂર્વ અને ઉત્તરનાં રાજ્યોમાં જળ
તાંડવ-જળ વિનાશની આફતો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતી તરસી છે. રોજ રોજ વાતાવરણ પલટા લે છે. બપોરના ધૂમ તાપ અને સાંજ પડતાં જાણે મેઘ
તુટી પડશે એવું લાગી રહ્યું છે. ટૂંકમાં, વાતાવરણ ચૂપકીદી સેવી-ખામોશ બની ગયું છે. આળસ, પ્રમાદ અને એક જાતની સુસ્તતા પ્રવર્તે છે.

થોડા સમય પહેલાં જ્ઞાતિમાં પણ થોડી ચહલ-પહલ અને ઉત્તેજના હતી. માંડવી વિધાર્થી ભુવનના પ્રશ્ને જ્ઞાતિજનો અટવાયેલા જણાતા હતા. છેક જિલ્લા ક્લેકટર,
વિકાસ અધિકારીશ્રી પાસે મધ્યસ્થી અને રાવ-ફરિયાદો થઈ. કોર્ટ-ક્ચેરીના આંટા-ફેરા, પોલીસ સ્ટેશનની મુલાકાતો-ફરિયાદોમાં અગ્રણીઓ ધક્કા ખાતા રહ્યા.
નિવેડો આવે એની રાહ ધરતીની જેમ જ્ઞાતિજનો જોઈ રહ્યા, મન મુકીને મેઘો વરસ્યો નહીં ! ગાજવીજ થયાં અને હાલમાં સુસ્તતા પ્રવર્તે છે. જ્ઞાતિજન થાક્યો છે,
જાણે થોડા વિશ્રામ માટે અટકયો છે, તેને પ્રતિક્ષા છે સૌ સારાં વાનાં ની !

તેવી જ રીતે યુવા સંઘ પણ મહાત્મા મંદિર ખાતે બિઝનેશ સેમિનાર અને ત્વરિત હૈદ્રાબાદ ખાતે ઓલમ્પિયાડ-ખેલ મહોત્સવ અને પૂજ્ય નારાયણબાપાની જન્મતિથિ
નિમિત્તે રક્તદાન કેમ્પ યોજી હવે થોડો પોરો ખાઈ રહ્યો છે. યુવાનીનો થનગનાટ હાલમાં થાક ઉતારી રહ્યો હોય તેમ ભાસે છે. ધાર્મિક વિચારોના વિવાદોથી પ્રજા
ત્રસ્ત જણાય છે. જક્કીને જિદ્દી વલણોથી સામાન્ય જન ત્રાહિમામ લાગે છે. હાલમાં અગ્રણીઓના સમજાવટના પ્રયાસોની અવિરત દોડ બાદ વિશ્રામનો આ સમય
જાણે થોડી ઝપકી આવી ગઈ હોય એવું જણાય છે. સર્વત્ર સુસ્તતા પ્રસરી છે - વરસાદી વાતાવરણ જામતું જામતું તૂટી જાય છેપ સુસ્તતાની શાંતિ જણાય છે.
કોઈપણ સારાં-નરસાં કામનો થાક તો લાગે જ ! સમાજના અગ્રણીઓને સગપણની સમસ્યાની ચિંતા કોરી રહી છે. યુવા મિત્રો અને મહિલા પાંખના પ્રયાસો જારી
છે પરંતુ જ્યાં સ્ત્રી જન્મદર માનવોએ હાથે કરીને ઘટાડ્યો છે તેને પાટા કેમ બાંધવા ? સમાનતા, શિક્ષણ વિગેરે પરિસ્થિતિઓની અસમાનતા પણ આ સમસ્યા
વકરવા માટે કારણભુત છે. આના કારણે અરસ-પરસમાં સાટાં પદ્ધતિ વિકસી રહી છે. અગ્રણીઓ માટે એક સમસ્યા ડામવાના પ્રયાસો હાથ લેતાં વળી
આડપેદાશરૂપ બીજી સમસ્યા ઉભી થતી જાય છે. પ્રયત્નો કરવા છતાં જ્યારે નિરાકરણનો અંત ન દેખાતાં નિરાશા ઘેરી વળે છે અને ફરી પાછી એવી જ ખામોશી
- સુસ્તતા અને હતાશા તરફ ધકેલાતું જવાય છે !

અગ્રણીઓ માટે એક વેદના એવી પણ છે કે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર જેવાં રાજ્યોમાંથી આવતી કુર્મિ કન્યાઓ-સામાજિક રીતે તેને પ્રોત્સાહન પણ આપી ન
શકાય તો બીજી તરફ જ્ઞાતિના કુંવારા યુવાનોની સંખ્યા વધતી જાય છે, આ ખાઈ પુરવી કેમ ? જ્ઞાતિનો સ્ત્રી-પુરૂષ રેશીયો જાણવા મળ્યો નથી પરંતુ ગુજરાત
રાજ્યનો ૮૪૬ મહિલા સામે ૧૦૦૦ પુરૂષનો રેશીયો સીધી જ રીતે ૧૫૪ની ઘટ બતાવે છે. દરેક ગામમાં કુંવારા યુવાનો નજરે પડે છે. આ પરિસ્થિતિ એવી છે કે
જ્ઞાતિની કન્યાઓ મળતી નથી, આંતર જ્ઞાતિને સમાજ ખુલ્લે આમ અપનાવી પણ ન શકે તેવી જ રીતે નકારી પણ ન શકે ! કરવું શું ? આ એક મોટી મજબુરી છે.
તેવી જ રીતે કેન્દ્રિય સમાજ માટે પણ એક સમસ્યા ઉભી થઈ છે ઝોનની ઘટક સમાજો, એની કાર્ય પદ્ધતિ-ન્યાય પદ્ધતિ અને અનુશાસન. ઘણી ઘટક સમાજો
માંથી લોક્વાયકાઓ એવી ઉઠે છે કે કેન્દ્રિય સમાજ અમારા કાર્યક્ષેત્રમાં માથું ન મારે અથવા મારતી નથી. અમે શા માટે તેનું અનુશાસન સ્વીકારીએ! જ્યારે કેન્દ્ર
સ્થાને અમારા પ્રશ્નોના નિરાકરણ કે અવાજ પહોંચતો જ નથી. યા તો બહુ જ વિલંબપૂર્વક રાવ-ફરિયાદ પહોંચે ત્યારે આરોપી કે ફરિયાદી પક્ષ ન્યાય સમિતિ કે
કેન્દ્રસ્થાનના આદેશનું અનુસરણ કરતો નથી. આના માટે અગ્રણીઓ પાસે નથી કોઈ સજા-દંડની જોગવાઈ, તેઓ ઈચ્છે તો પણ શું કરી શકે ? જ્યારે દરેક પક્ષે
એવું માનવું હોય છે કે અમે જ સાચા, અમારી તરફેણમાં જ ફેંસલો હોવો જોઈએ !

આવી પરિસ્થિતિઓ વચ્ચે ઝઝુમતાં થાક તો લાગે, નિરાશા પણ ઘેરી વળે, હતાશા પણ વ્યાપે અને અંજામ - મૂક ને પીડાપ જવા દોપ આપણે શું ? અને આખરે
ફરી પાછો સુસ્તતાનો માહોલ પેદા થતો હોય છે. અત્યારે જ્ઞાતિજનોમાં એવી જ સુસ્તતા જાણે પ્રવર્તી રહેલી દૃષ્ટિગોચર થાય છે. છુટાછેડાની ફેશન

થઈ ગઈ છે. મધ્યસ્થીઓ કયાંક વેપારી થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. સામાન્ય જન પિસાઈ રહ્યો છે. આમાં પણ અંતે તો “આમાં આપણે શું કરી શકીએ
?'ના વિચાર હેઠળ સુસ્તતાનું વાતાવરણ ફરી વળે છે.

વહેવાર અને દેખાડાની દોડમાં સામાન્‍ય વર્ગનો જ્ઞાતિજન પિસાતો જાય છે. ખર્ચ આવક કરતાં ડાચાંફાડ વધતો જાય છે. અગ્રણીઓ દ્વારા ખોટા ખર્ચ-સમય
બચાવન ઉપાયરૂપ ઉ.દા. તરીકે સમૂહ લગનમાં જોડાવામાં જાણે નાનપ અનુભવાય છે. ખર્ચની ગર્તામાં આપખુદ રીતે ઘેરાતો જતો માણસ ફરી પાછો વિચારોમાં
ખોવાઈ જતો હોય છે.

આંગળીના વેઢે ગણી શકાય એવા શુભહિતચિંતકોની ધીરજની જાણે કસોટી થઈ રહી છે. થોભો અને વિચારો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં જાણે
સમાજજનો વચ્ચે સન્નાટો પ્રસર્યો છે. બધા મુક બનીને પ્રતિક્ષામાં હોય એવું જણાય છે. આપણી સંસ્થાઓ-લક્ષ્મીનારાયણ સંસ્કાર કેન્દ્ર હોય કે કેન્દ્રિય સમાજ
હોય, કયાંક ઉમિયા માતાજીની સ્થાપના હોય, હાલમાં વેગ પ્રતિ વેગ જાણે ચાતુર્માસના વિરામમાં હોય એવું ભાસે છે. ટૂંકમાં, ખેદની ખામોશી હોય કે ખુશીની પરંતુ
હાલમાં સુસ્તતા જેવી શાંતિનું આવરણ પ્રસર્યું છે.

ચાલો, આપણે સૌ જાગૃત બની - શક્તિના સંચારને ગતિશીલ, સંવેદનશીલ, વિકાસશીલ સર્જન કરી, ખભેખભો મિલાવી પ્રગતિ તરફ પ્રયાણ કરીએ.”