કચ્છજા વાવડ / રત્નાપરની પ્રાથમિક શાળાની સરકારી અધિકારીઓએ મુલાકાત લીધી


રત્નાપર (તા. માંડવી) : (અમારા પ્રતિનિધિ શ્રી મગનલાલ જે. ભીમાણી દ્વારા)

અત્રેની પ્રાથમિક શાળામાં ગઈ તા. ૮-૭-૧૬ના ગુજરાત રાજ્યના એન્જીનીયરોએ મુલાકા લીધી હતી. બાળકોના અભ્યાસ માટે ઉત્તમ વાતાવરણ, અભ્યાસ કરવાની
સરળ પદ્ધતિ ઉપરાંત અન્ય પ્રવૃત્તિથી જીવનનું ઘડતર થાય તેવા પ્રયત્નો માટે સતત ચિંતિત રહી તબક્કાવાર સરકારી પ્રા.શાળામાં એવી સુવિધાઓ વિકસાવી કે તેને
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫માં ગ્રીન સ્કૂલ જાહેર કરાઈ હતી. રાજ્યમાં પણ આવા જ નમુનારૂપ શાળાકીય માળખાનું નિર્માણ કરાય અને ત્રુટિઓ પૂર્ણ
કરાય તે માટે રાજ્યના ૩૩ જિલ્લામાંથી ૪૦૦ જેટલા એન્જીનીયરોની ટીમે ગાંધીનગરથી શાળાની મુલાકાત લઈ તમામ પ્રાથમિક સુવિધાઓથી વાકેફ થયેલ. તેમનું
રીપો્ટીંગ દિલ્હી ખાતે કરવામાં આવશે.

આ શાળાના વાતાવરણ, શિક્ષણ અને તેમાં ઉભી કરાયેલી સુવિધાથી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી પણ પ્રભાવિત થયેલ. આ પૂર્વે ગામની મુલાકાત અને કામગીરી
સાથે સંકળાયેલા કબીરજી બાજપાઈએ લીધી હતી અને શાળામાં જરૂરી લાગતી સુવિધા અંગે ધ્યાન દોર્યું હતું. રત્નાપર ગ્રીન સ્કૂલમાં વિધાર્થીઓની સમિતિ -
ક્ચરાનું અલગ અલગ ક્ચરા ટોપલીમાં પાન, ડાળી, કાગળમાંથી ખાતર નિર્માણ, જમીનમાં પાણીનું રીચાર્જ, ટપક સિંચાઈ પદ્ધતિ, ક્ચિન, ગાર્ડન, શાળામાં લોન,
સોલાર પેનલ, વિધુત બચતથી બાળકોને સમજણ. જિલ્લા કક્ષાએ એવોર્ડ જીતનાર ખેડૂતોની મુલાકાત લીધી હતી. ૪૦૦ જેટલાં એન્જીનીયરો મુલાકાત લેવા આવ્યા
ત્યારે સંપૂર્ણ માહિતી શ્રી મહેન્દ્રભાઈ રામાણી અને શાળાના આચાર્ય શ્રી પંકજભાઈએ આપેલ. આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ સર્વ શ્રી શાંતિભાઈ રામાણી,
કાંતિભાઈ રામજીયાણી, નારણભાઈ ચોપડા, તલાટી અંબારામભાઈ વ્યાસ, ભાસ્કરભાઈ નાકરાણી વિગેરે ઉપસ્થિત હતા.