નખત્રાણા : (અમારા પ્રતિનિધિ શ્રી ઈશ્વરભાઈ માવજી ભગત દ્વારા)
શ્રી કોટડા (જ.) પાટીદાર યુવક મંડળ (ટ્રસ્ટ)ની સામાન્ય સભા પ્રમુખ શ્રી શાંતિલાલ ગૌરીશંકર નાકરાણીના અધ્યક્ષસ્થાને મળેલ, જેમાં યુવક મંડળના ટ્રસ્ટી શ્રી
ઈશ્વરભાઈ માવજી ભગત, કેળવણી સમિતિના પ્રમુખ શ્રી ડૉ. શાંતિલાલ એમ. સેંઘાણી સાથે લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ, કોટડા (જ.) કડવા પાટીદાર સમાજના
મુખ્ય હોદ્દેદારો આમંત્રિત તરીકે ઉપસ્થિત રહેલ. મંત્રી શ્રી ભરતભાઈ જીવરાજ વેલાણી દ્વારા આવકાર બાદ ગત સભાની મીનીટબુકનું વાંચન કરવામાં આવેલ.
ખજાનચીશ્રી દ્વારા હિસાબોની રજૂઆત કરવામાં આવેલ. યુવક મંડળ દ્વારા વર્ષ દરમ્યાન થયેલ કાર્યક્રમો અને ક્રિકેટ ટુર્નામેન્ટ સહિતના હિસાબો રજૂ કરવામાં
આવ્યા.
શ્રી કોટડા (જ.) પાટીદાર યુવક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૪૪માં કરવામાં આવેલ. જેને આગામી વર્ષોમાં ૭૫ વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે ઉજવણી માટેની ચર્ચા
કરતાં ટ્રસ્ટી શ્રી ઈશ્વરભાઈ ભગતે જણાવેલ કે યુવક મંડળની હિરક જ્યંતિ એ ગૌરવની વાત છે. આગામી જન્માષ્ટમી ઉપર જ્યારે શ્રી કોટડા (જ.) કડવા
પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા મળે ત્યારે આયોજન માટે રજૂઆત કરવી અને ત્યારબાદ વિધિવત આયોજન ગોઠવવું જોઈએ. જેને સર્વાનુમતે બહાલી
આપવામાં આવેલ. જે મુજબ શ્રી કોટડા (જ.) પાટીદાર યુવક મંડળના સમગ્ર ભારતમાં ફેલાયેલ મિત્રોને સામેલ કરી મુખ્ય આયોજન સમિતિ બનાવવાનું
વિચારણામાં લેવામાં આવેલ. ટ્ૂસ્ટના બંધારણ મુજબ વર્તમાન કારોબારીની મુદત પૂર્ણ થતી હોવાથી નવી કારોબારીની રચના કરવામાં આવેલ, જેમાં સૌ પ્રથમ ૩૯
સભ્યોની કારોબારી બનાવવામાં આવેલ. જેમાંથી હોદ્દેદારોની નિમણૂંક નીચે મુજબ કરવામાં આવેલ.
પ્રમુખ : શ્રી બાબુલાલ દાનાભાઈ છાભૈયા, ઉપપ્રમુખો સર્વશ્રી : શૈલેશભાઈ કાંતિલાલ વાડીયા અને રમણલાલ ભાણજી લીંબાણી, મંત્રી : શ્રી ભરતકુમાર પ્રેમજી ભગત,
સહમંત્રી : શ્રી નિલેશભાઈ જ્યંતિલાલ ડોસાણી, ખજાનચી : શ્રી અરવિંદભાઈ કાંતિલાલ નાયાણી, સહખજાનચી : શ્રી રાજેશભાઈ શિવદાસ વેલાણી, સલાહકારો
સર્વશ્રી : સુરેશભાઈ જીવરાજ વેલાણી, શાંતિલાલ ગૌરીશંકર નાકરાણી અને કિશોરભાઈ કાંતિલાલ નાયાણીની જાહેરાત કરવામાં આવેલ.
વિદાય લેતા પ્રમુખ શ્રી શાંતિલાલ નાકરાણીએ કાર્યક્રમ દરમ્યાન સાથ-સહકાર આપનાર સૌનો આભાર માનેલ. જ્યારે નવનિયુક્ત પ્રમુખ શ્રી બાબુલાલએ સૌના
સાથ-સહકારની અપેક્ષા વ્યક્ત કરેલ.
આગામી શ્રાવણ વદ-પના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવશે. જેના મહાપ્રસાદના દાતાશ્રીઓ તરીકે (૧) સ્વ. કરસનભાઈ જેઠાભાઈ છાભૈયા
(મુખી) (૨) સ્વ. કરસનભાઈ મેઘજીભાઈ છાભૈયા (મુખી) (૩) સ્વ. ખીમજીભાઈ ભાણજીભાઈ છાભૈયા (મુખી) (૪) સ્વ. પચાણભાઈ મુળજીભાઈ છાભૈયા (મુખી)
નોંધવામાં આવેલ છે. રાત્રીના ભાગે શ્રી કોટડા (જ.) પાટીદાર યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવશે. જેની નોંધ લેવા વિનંતી કરવામાં
આવેલ છે.