દક્ષિણ ભારત / રબકવી ખાતે વોલીબોલ ટુનમિન્ટનું આયોજન


મહાલીંગપુર : અત્રે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ મહાલીંગપુરના યુવક મંડળ દ્વારા એક દિવસીય વૉલીબોલ ટુર્નામેન્ટ ગઈ તા. ૧૨-૬-૧૬ના સ્પોર્ટસ કન્વીનર
શ્રી પ્રકાશભાઈ રવજીભાઈ સેંઘાણીના સહયોગથી યોજવામાં આવેલ. સવારે ૮-૦૦ કલાકે અગ્રણીઓ દ્વારા દિપ પ્રગટાવીને રમતની શરૂઆત કરેલ, જેમાં કુલ આઠ
ટીમોને લીંગ મેચોથી રમાડવામાં આવેલ. તેમાં ગોકાક ટીમ તથા જમખંડી (મુધોળ) ટીમ ફાઈનલમાં પહોંચી હતી. ગોકાક ટીમ વિજેતા થયેલ. બધી મેચો ખૂબ
રસાક્સીથી પૂર્ણ થયેલ અને સમાજના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી. આમ દાતાશ્રીઓના બહુમૂલ્ય યોગદાન તથા વડીલોના
આશીર્વાદથી પૂર્ણ થયેલ.

મેચો પૂર્ણ થયા બાદ યુવક મંડળના પ્રમુખ શ્રી નરેન્દ્ર વિશ્રામભાઈ સાંખલા (રામપુર-રબક્વી)ની અધ્યક્ષતા હેઠળ સભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં
ઉપસ્થિત રહેલ સમાજના પ્રમુખ શ્રી રતિલાલભાઈ પ્રેમજીભાઈ રવાણી (જમખંડી) , ઉપપ્રમુખ શ્રી શિવજીભાઈ પ્રેમજીભાઈ ભાદાણી (મુધોળ), મહામંત્રી શ્રી કાંતિલાલ
અરજણભાઈ સાંખલા (રામપુર-રબકવી) તેમજ મહિલા મંડળનાં પ્રમુખ શ્રીમતી રાધાબેન વિનયકાંતભાઈ રવાણી (લોકાપુર), ઉપપ્રમુખ શ્રીમતી મંગળાબેન રવજીભાઈ
સેંઘાણી (ગોકાક), મહામંત્રી શ્રીમતી પાર્વતીબેન શાંતિભાઈ રવાણી (મહાલીંગપુર) તેમજ ઉ.ક.ક. પાટીદાર સમાજના પ્રમુખ શ્રી વિનયકાંતભાઈ પ્રેમજીભાઈ રવાણી
(લોકપુર), મહામંત્રી શ્રી દેવસીભાઈ વાલજીભાઈ પોકાર (જમખંડી) ઉપસ્થિત હતા.

ઉપસ્થિત અગ્રણીઓ તથા દાતાશ્રીઓને પુષ્પગુચ્છથી સન્‍માન કરવામાં આવેલ. વિજેતા ગોકાક ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવેલ. રનર્સ ટીમ જમખંડી-મુધોળ
ટીમ બેસ્ટ સ્મેસર મિતેશ સેંઘાણી, બેસ્ટ પાસર નરેન્દ્ર પોકાર તથા ઓલરાઉન્ડર પ્રકાશ સેંઘાણી થયેલ. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા
રબકવી-રામપુર-બનહદટ્ટીના સ્થાનિક યુવક ભાઈઓ ગૌત્તમ દિવાણી, રવિલાલ સાંખલા, દિપક સેંઘાણી, મનિષ સાંખલાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન
યુવક મંડળના ઉપપ્રમુખ દિપકભાઈ રવાણી (લોકપુર) તથા મહામંત્રી પંકજભાઈ લીંબાણી (યાદવાડ)એ કર્યું હતું. આભારવિધિ યુવક મંડળના સહમંત્રી હરેશભાઈ
સાંખલા (રામપુર)એ કરી હતી.