દક્ષિણ ભારત / શ્રી ઉત્તર કણટિક નેત્રા (માતાજીના) પાટીદાર સમાજનું ૧૦મું સ્નેહ મિલન બદામી મુકામે યોજાશે


બદામી (દ્વ.જી.) : (અમારા પ્રતિનિધિ શ્રી વસંતભાઈ જીવરાજ પોકાર, બેલગામ દ્વારા)

શ્રી ઉત્તર કર્ણાટક નેત્રા (માતાજીના) પાટીદાર સનાતન સમાજ (મિત્રમંડળ)નું ૧૦મું સ્નેહ મિલન અત્રે ભાદરવા સુદ ૯ને રવિવાર, તા. ૧૧-૯-૨૦૧૬ના રોજ
રાખવામાં આવેલ છે. ઉત્તર કર્ણાટકમાં બેલગામ, હુબલી, બદામી, મહાલીંગપુર એમ ચાર ઝોનમાં વસતા નેત્રાવાસી પરિવારજનો તેમજ સાથે નિયાણીઓને આ સ્નેહ
મિલનમાં હાજરી આપવા જણાવાયું છે. આ સ્નેહ મિલનનું પ્રથમ સત્ર સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ કલાકે તેમજ બીજું સત્ર બપોર પછી ૨-૦૦ થી

૫-૦૦ કલાક સુધીનું રહેશે.

સંપર્ક : (૧) રતનશીભાઈ દેવજી ભાવાણી (બેલગામ) મો.ઃ ૯૪૪૮૧ ૪૪૨૬૪ (૨) ખેતાભાઈ પ્રેમજી પેથાણી (બદામી) મો.: ૯૬૨૦૮ ૫૧૭૧૫