દક્ષિણ ગુજરાત / બીલીમોરાની શ્રી ઉમિયા સેવિંગ્સ એન્ડ કેડીટ કો.ઓ. સોસાયટીની ૨૦મી વાર્ષિક મીટીંગ મળી


બીલીમોરા : (અમારા પ્રતિનિધિ શ્રી દેવચંદભાઈ એમ. પટેલ દ્વારા)

તા. ૨૭-૬-૨૦૧૬ સોમવારે અત્રેની શ્રી ઉમિયા સેવિંગ્સ એન્ડ ક્રેડીટ કો.ઓ. સોસાયટી લી. (બીલીમોરા)ની મળેલ ૨૦મી વાર્ષિક સભામાં બીલીમોરા સમાજના પ્રમુખ
શ્રી બાબુભાઈ જાદવાણી, સલાહકારો સર્વ શ્રી દેવચંદભાઈ પોકાર, મગનભાઈ માકાણી, કમલેશભાઈ માકાણી, જ્યંતિભાઈ ચૌહાણ તથા બેંકના પ્રમુખ, ઉપપ્રમુખ,
મહામંત્રી અને ડિરેક્ટર વિગેરે ઉપસ્થિત રહેલ.

દિપ પ્રાગટ્ય બાદ મહામંત્રી મનિષભાઈ માકાણીએ સૌનું સ્વાગત કરેલ. વર્ષ ૨૦૧૫-૧૬ આવક-જાવકના હિસાબોની માહિતી તથા ૧૫%. ડિવિડન્ડની જાહેરાત શ્રી
ઉમિયા સોસાયટીના પ્રમુખ શ્રી પ્રાણલાલભાઈ પોકારે કરી હતી. ઉપપ્રમુખ પ્રવિણભાઈ માકાણીએ થયેલ નફાની વહેંચણીની જાણકારી આપેલ. સભાસદ ભાઈ-બહેનો
માટે આકર્ષક ગીફટનું વિમોચન સલાહકાર ભાઈઓ અને બેંકના હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલ.

આભારવિધિ ડિરેક્ટર શ્રી સુરેશભાઈ લીંબાણીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન બેંકના ડિરેક્ટર પુરૂષોત્તમભાઈ નાકરાણી અને રાજેશભાઈ પોકારે કર્યું હતું.
વર્તમાન ડિરેક્ટરો :

પ્રમુખ : શ્રી પ્રવિણભાઈ હરજીભાઈ માકાણી, ઉપપ્રમુખ : શ્રી પ્રકાશભાઈ રવજીભાઈ પોકાર, મહામંત્રી : શ્રી મનિષભાઈ રવજીભાઈ માકાણી, સહમંત્રીઓ સર્વશ્રી :
રાજેશભાઈ મંગલદાસભાઈ પોકાર અને શૈલેષભાઈ મગનભાઈ માકાણી, ડિરેક્ટરો સર્વશ્રી : સુરેશભાઈ દેવજીભાઈ લીંબાણી, પુરૃષોત્તમભાઈ તેજાભાઈ નાકરાણી,
મનસુખભાઈ વાલજીભાઈ સાંખલા, રમેશભાઈ ગોપાલભાઈ માકાણી, જીતેન્દ્રભાઈ મણિલાલભાઈ ભાવાણી અને નરેન્દ્રભાઈ મગનભાઈ વાલાણી.