ઉત્તર ભારત / દિલ્હી ગુજરાતી સમાજના પ્રમુખપદે શ્રી ગંગારામભાઈ સાંખલા ભારે બહુમતીથી વિજયી બન્યા


નવી દિલ્હી : (ડૉ. રવિલાલ સેંઘાણીનો ઈ-મેલ)

શ્રી દિલ્હી ગુજરાતી સમાજ, દિલ્હીમાં વસતા બધા જ ગુજરાતી લોકોની જુદી જુદી ગુજરાતી સંસ્થાઓની માતૃસંસ્થા તરીકે ગણાય છે. ૧૧૫ વર્ષનો રોમાંચક
ઈતિહાસ ધરાવતી આ સંસ્થા દિલ્હીમાં વસતા ગુજરાતી ભાઈ-બહેનોને વધુથી વધુ ઉપયોગી કેવી રીતે થાય તેના માટે બધા જ પ્રયત્નો કરતી સંસ્થા છે. શ્રી દિલ્હી
ગુજરાતી સમાજના રાજનિવાસ માર્ગ પર સ્થિત આ વિશાળ પરિસરમાં મુખ્યતઃ ત્રણ પ્રવૃત્તિઓ ચાલે છે.

(૧) અતિથિગૃહ : આજના સમયના હિસાબે વ્યવસ્થિત રખરખાવ અને સુવિધાઓ ધરાવતા છઝ રૂમો, કુલરવાળા રૂમો અને સામાન્‍ય રૂમો જે પુરા વર્ષ દરમ્યાન
પુરી રીતે પેક જાય છે અને ભારતભરમાંથી દિલ્હી આવતા ગુજરાતી યાત્રાળુઓ અથવા ટુરિસ્ટો માટે વ્યાજબી ખર્ચ પર બહુ જ સારી વ્યવસ્થા પુરી પાડે છે.

(૨) શાહ ઓડિટોરિયમ : ઝીહંફ્િતિકઅ છેષ્ડિહર્કઠીત પુરી સુવિધાઓ ધરાવતો અધતન ઓડિટોરિયમ જેનું દિલ્હીમાં બહુ જ સારૂં નામ છે અને પુરા વર્ષ દરમ્યાન
બહુ જ સારા અને નામી પ્રોગ્રામોનાં આયોજન થતાં હોય છે.

(૩) ગુજરાતી સ્કૂલ : ધો. ૧૨ સુધી અભ્યાસ કરવાવાળા વિધાર્થીઓ માટે બહુ જ સારું રીઝલ્ટ આપનાર સ્કૂલ છે અને ત્યાં ગુજરાતી બાળકો માટે બધી જ જાતની
સુવિધાઓ અને છુટછાટ આપવામાં આવે છે.

આવા મોટા વહીવટની વ્યવસ્થા સાચવતી શ્રી દિલ્હી ગુજરાતી સમાજની વાર્ષિક ચૂંટણી તા. ૧૨ જૂન, ૨૦૧૬ના રોજે શાહ ઓડિટોરિયમ મધ્યે રાખવામાં આવેલ.
દિલ્હીના ખૂણે-ખૂણેથી લગભગ ૧૫૦૦થી વધુ ગુજરાતીઓ આ પ્રસંગે ઉમટી પડ્યા હતા. સમાજના ઈતિહાસમાં આ મેદની એક વિક્રમરૂપ હતી. તેમાં પણ શ્રી
સમાજના કાર્યરત સભ્યો એવા ૧૨૧૧ મતદાતાઓની સંખ્યા પણ વિક્રમરૂપ હતી.

આ વર્ષે એક એતિહાસિક ચૂંટણી હતી. ગત વર્ષોના બે વિરોધી ગુટો આ વર્ષે એક જ મંચ ઉપર આવ્યા અને યુનાઈટેડ ફોર શ્રી સમાજ નામના ગ્રુપ હેઠળ ચૂંટણી
લડી. દિલ્હીના બધા જ ઠેકાણેથી આ ગ્રુપને પુરૂં સમર્થન મળ્યું હતું. અમુક છુટા છવાયા ઉમેદવાર સામે ઉભા હતા પરંતુ ચૂંટણી પરિણામે બતાવ્યું કે સમાજના
સભ્યોએ તેમને એકદમ નકારી કાઢયા.

આટલી મોટી સંસ્થાની વાર્ષિક ચૂંટણીમાં યુનાઈટેડ ફોર શ્રી સમાજ તરફથી પ્રમુખપદ માટે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી
ગંગારામભાઈ સાંખલાને ઉમેદવાર બનાવવામાં આવેલ હતા. જેમને દિલ્હીની ગુજરાતી પ્રજાએ ભારે બહુમતી વિજયી બનાવી તેમના ઉપર પોતાનો પુરો વિશ્વાસ
મુકયો હતો. તેની સાથે સાથે તેમના નેતૃત્વ હેઠળ ચૂંટણીમાં ઉભા રહેલ તેમની ટીમના બધા જ હોદ્દેદારો અને કારોબારી સભ્યો પણ બહુ જ સારા બહુમતથી
વિજયી બન્યા હતા.

શ્રી દિલ્હી ગુજરાતી સમાજના આવા સન્માનજનક હોદ્દા ઉપર ભારે બહુમતથી ચૂંટાઈ આવી તેમણે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દિલ્હી અને શ્રી અખિલ
ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ બંનેનું નામ રોશન કરેલ છે.

આ ચૂંટણીમાં કારોબારી સભ્ય તરીકે કેન્દ્રિય યુવાસંઘના નં. [ટ્ઠેજી શ્રી જગદીશ કરસન ચૌહાણ પણ વિજયી થયેલ. આ સંસ્થામાં શ્રી કાન્તિભાઈ ધનારામ
સાંખલા ટૂસ્ટી તરીકે પોતાની સેવાઓ આપી જ રહ્યા છે. પાછલાં કઈ વર્ષોથી આ સંસ્થામાં હોદ્દેદારો તરીકે, ટ્રસ્ટી તરીકે અથવા કારોબારી સભ્યો તરીકે શ્રી ક્ચ્છ
કડવા પાટીદાર સમાજ દિલ્હીના વિભિન્ન સભ્યોએ પોતાની સેવાઓ આપી શ્રી સમાજનું નામ રોશન કરેલ છે. શ્રી સમાજ, શ્રી પટેલ તરૂણ મિત્રમંડળ અને શ્રી
ક્ચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ આ સંસ્થાની વિભિન્ન પ્રવૃત્તિઓમાં અને કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લઈ ત્યાં પોતાની આગવી ઓળખ ઉભી કરેલ છે.

સૌને આશા સાથે પુરો વિશ્વાસ છે કે શ્રી ગંગારામભાઈ સાંખલા દિલ્ફીના ગુજરાતીઓ દ્વારા તેમના પર મુકવામાં આવેલ વિશ્વાસ સાથે પુરો ન્યાય કરશે અને તેના
વિકાસ-પ્રગતિના કાર્યક્લાપો દ્વારા પોતાનું, શ્રી દિલ્હી સમાજ અને શ્રી કેન્દ્રિય સમાજનું નામ આખા દેશમાં ઉદાહરણરૂપ સ્થાપિત કરશે તેવી સૌ તરફથી
શુભેચ્છાઓ અને કુળદેવી મા ઉમિયાથી પ્રાર્થના.

(અમારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવીએ છીએપ - તંત્રીઓ)