દક્ષિણ ગુજરાત / કેન્દ્રિય યુવાસંઘના સરદાર પટેલ રીજીયન, ગાયકવાડ વિભાગ તેમજ મહિલા શક્તિ દ્વારા ઉજવાઈ ગયેલ “સ્વસ્થ નારી સ્વસ્થ સમાજ”નો કાયક્રિમ


વડોદરા : (અમારા પ્રતિનિધિ શ્રી કાંતિભાઈ ડી. પટેલ દ્વારા)

ગત તા. ૧૧-૬-૨૦૧૬ના રોજ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘના સરદાર પટેલ રીજીયન પ્રેરિત તેમજ ગાયકવાડ વિભાગ તથા વિભાગની
મહિલા શક્તિ આયોજિત “સ્વસ્થ નારી સ્વસ્થ સમાજ”નો કાર્યક્રમ અત્રે ઉજવાઈ ગયો, જેમાં આપણા સમાજની મોટી સંખ્યામાં અંદાજિત ૩૦૦ બહેનોએ હાજર રહી
આ કાર્યક્રમને સફળ બનાવેલ. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ (હેતુ) સ્વસ્થ નારી પોતાના સમાજને કઈ રીતે સ્વસ્થ બનાવી શકે તે અંગેની સાચી સમજ મળે તે અંગેનો
હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રિય મહિલા સંઘનાં પ્રમુખ શ્રીમતી સોનલબેન શેઠીયા હાજર રહેલ. તેમની સાથે અમદાવાદથી હાઈકોર્ટના અગ્રણી
વકીલ શ્રીમતી સોનલબેન જોષી તેમજ હિંમતનગર (અમદાવાદ)થી એથલેટીક્સ, ફુટબોલ ગોલ્ડ મેડાલીસ્ટ અને લીમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ (પર્વતારોહણ)માં
પોતાનું નામ નોંધાવેલ છે એવા કિશોરસિંહ ચૌહાણ તેમજ તેમની ટીમ હાજર રહેલ.

કેન્દ્રિય મહિલા સંઘનાં પ્રમુખ શ્રીમતી સોનલબેન શેઠીયાએ મહિલા શક્તિ દ્વારા આયોજિત આવા નારીલક્ષી કાર્યક્રમના ભારોભાર વખાણ કરતા ખૂબ જ ખુશી વ્યક્ત
કરેલ અને કાર્યક્રમનાં આયોજન બદલ મહિલા મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. જો મહિલા (નારી) સ્વસ્થ હશે તો જ સમાજ સ્વસ્થ બની શકે. તંદુરસ્ત નારી જ
તંદુરસ્ત પરિવાર તેમજ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકે. શ્રીમતી સોનલબેન જોષીએ જણાવ્યું હતું કે કોઈપણ મહિલાને પોતાની તંદુરસ્તી કે સ્વાસ્થ્ય વિશે
કોઈપણ માહિતી કે તે અંગેનું લીટરેચરની જરૂર હોય તો કયારેય પણ પોતાના ઘેર કે ઓફિસે આવીને મેળવી શકે છે.

શ્રી કિશોરસિંહ ચૌહાણે નારી સ્વસ્થ કઈ રીતે બની શકે તેમજ સમાજને પણ કઈ રીતે સ્વસ્થ બનાવી શકે તે અંગેની સમજ આપી હતી. તેમણે બહેનોનું રસોડુ
તેમના સ્વાસ્થ્ય માટેનું પ્રાથમિક કેન્દ્ર છે તેમ જણાવ્યું હતું. મહિલાઓએ પોતાની તંદુરસ્તી માટે કયાંય બહાર જવાની જરૂર નથી. ચોખ્ખુ રસોડુ, ચોખ્ખો
ખોરાક-આહાર તેમજ સ્વચ્છતા અને સુઘડતા એજ સ્વાસ્થ્ય માટેનાં પગથીયાં છે. કિશોરસિંહ ચૌહાણ સાથે આવેલ ટીમે દરેક બહેનોનાં સ્વાસ્થ્ય તેમજ બોડી
ચેકઅપ કર્યા હતા.

કાર્યક્રમનું સંચાલન ગાયકવાડ વિભાગની બહેનોએ કરેલ.