દક્ષિણ ગુજરાત / છોટાઉદેપુરની નવાજુની


છોટાઉદેપુર : (શ્રી મોહનભાઈ રામાણી, બોડેલી દ્વારા)

(૧) છોટાઉદેપુર જિલ્લા સનાતન ગ્રામીણ સમાજની જનરલ સભા મળી :

ગત તા. ૩-૭-૧૬ના રોજ અત્રે છોટાઉદેપુર, બોડેલી, કવાંટ ગ્રામીણ સમાજની જનરલ સભાનું આયોજન કરવામાં આવેલ. સહમંત્રી શ્રી તુષારભાઈએ સૌને
આવકાર્યા બાદ ગત વર્ષના હિસાબો ખજાનચી શ્રી કાંતિભાઈ ડાહ્યાણીએ રજૂ કર્યા.

આગામી વર્ષે હાલોલ ખાતે વડોદરા વિભાગ ગ્રામીણ સમાજનાં પ્રથમ સમૂહ લગ્ન યોજાનાર છે. તેના વિશે સમાજના ઉપપ્રમુખ શ્રી મોહનભાઈ રામાણી (બોડેલી)એ
વિસ્તૃત માહિતી આપી અને આપણા દિકરા-દિકરીને આ સમૂહ લગ્નમાં પરણાવીને સમૂહ લગ્નમાં સહયોગ આપવા જણાવ્યું. વર્તમાન કારોબારીની મુદત પુરી થતાં,
આગામી બે વર્ષ માટે નવી કારોબારી માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી અને વિદાય થતા પ્રમુખ શ્રી છગનભાઈએ જણાવ્યું કે છેલ્લા બે ટર્મથી મારાથી સમાજની
જે સેવા થઈ તે કરી અને મારાથી જાણતાં-અજાણતાં કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા ચાહું છું.

નવી કારોબારી નક્કી કરવા માટે સમાજના અનુભવી સભ્યોની સલાહકાર સમિતિ બનાવવામાં આવી, જેમાં સર્વ શ્રી છગનભાઈ, મોહનભાઈ રામાણી (બોડેલી) ,
ભૂપેન્દ્રભાઈ દિવાણી, અમૃતભાઈ લીંબાણી તેમજ રવજીભાઈ ભાવાણી આમ કુલ પાંચ સભ્યોને નવી કારોબારીની જવાબદારી સોપવામાં આવી. સલાહકાર સમિતિએ
પોતાના અનુભવના આધારે નીચે મુજબની કારોબારીની રચના કરેલ.

પ્રમુખ : શ્રી અર્જુનભાઈ શામજીભાઈ ડાહ્યાણી, ઉપપ્રમુખ : શ્રી દયારામભાઈ નારણભાઈ પોકાર, મહામંત્રી : શ્રી મણીલાલભાઈ નાગજીભાઈ લીંબાણી, સહમંત્રી : શ્રી
વિક્લભાઈ મગનભાઈ પોકાર, ખજાનચી : શ્રી કાંતિભાઈ શામજીભાઈ ડાહ્યાણી, કારોબારી સભ્યો સર્વશ્રી : હિરાભાઈ દેવજીભાઈ ચૌહાણ, વસંતભાઈ પચાણભાઈ
ચૌહાણ, ભૂપેન્દ્રભાઈ રમણભાઈ ચૌહાણ, ચીમનભાઈ મેઘજીભાઈ દિવાણી, ચંદુભાઈ નારણભાઈ ચૌધરી અને મોહનભાઈ કરસનભાઈ ભીમાણી, મહિલા મંડળનાં પ્રમુખ
: શ્રીમતી સાવિત્રીબેન કાંતિભાઈ ડાહ્યાણી અને શ્રીમતી વાસંતીબેન દયારામભાઈ ચૌધરી,

નવા વરાયેલા પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને આગામી ૨૩મો સમૂહ મિલન અને સરસ્વતી સન્માનનો કાર્યક્રમ આગામી શરદ પૂનમના રોજ યોજવાનું નક્કી કરવામાં
આવેલ છે. આભારવિધિ નવા વરાયેલ સહમંત્રી શ્રી વિઠ્વભાઈ પોકારે કરી હતી.

(૨) છોટાઉદેપુર સનાતન સમાજે અષાઢી બીજ (કચ્છી નવું વર્ષ) બ્લડ ડોનેટ કરીને ઉજવ્યું :

શ્રી છોટાઉદેપુર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજે ગત તા. ૬-૭-૧૬ને અષાઢી બીજના રોજ શ્રી મોહનભાઈ રામાણી (બોડેલી), વિક્લભાઈ પોકાર તેમજ
છોટાઉદેપુર યુવક મંડળના પ્રયાસથી મુની સેવાશ્રમ (કેન્સર હોસ્પિટલ) ગોરજ વાઘોડીયાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં ૬૧
બોટલ રક્ત એકત્ર કરવામાં આવેલ.

કચ્છી નવા વર્ષ નિમિત્તે સૌએ એકબીજાને મળીને કચ્છી નવા વર્ષની શુભકામના આપી હતી. શ્રી અર્જ્નભાઈ ડાયાણી પરિવારના યજમાન પદે શ્રી સત્યનારાયણની
કથા કરવામાં આવેલ. બીજી તરફ બ્લડ ડોનેટની પ્રક્રિયા પણ ચાલુ હતી. ગુજરાતી અખબાર “દિવ્ય ભાસ્કર” અને “સંદેશ”ના સ્થાનિક પત્રકાર મિત્રોએ પણ
પધારીને કચ્છી નવા વર્ષની અખબારમાં નોંધ લીધી હતી. સાંજે સમાજનાં ભાઈ-બહેનો વાળું-પાણી કરીને છુટા પડ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવામાં સમાજના યુવક મંડળ તેમજ મહિલા મંડળનો સમાજના નવા વરાયેલા પ્રમુખ શ્રી અર્જુનભાઈ ડાહ્યાણીએ આભાર માન્યો હતો. બ્લડ
ડોનેશન કેમ્પ અષાઢી બીજના રોજ નક્કી કરી આપવા બદલ શ્રી મોહનભાઈ રામાણી (બોડેલી) નનો પણ આભાર માન્યો હતો.