દક્ષિણ ગુજરાત / ભરૂચ સમાજના વર્તમાન


ભરૂચ : (અમારા પ્રતિનિધિ શ્રી શિવજીભાઈ પટેલ દ્વારા)

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ તથા યુવક મંડળ (ભરૂચ)ની વાર્ષિક સામાન્ય સભા :

અત્રે ગઈ તા. ૧૦-૭-૧૬, રવિવારે સમાજના પ્રમુખ શ્રી દામજીભાઈ પોકારના અધ્યક્ષસ્થાને સભાની શરૂઆત કરવામાં આવેલ. મીનીટબુકનું વાંચન મહામંત્રી શ્રી
રસિકભાઈ લીંબાણી તથા ખજાનચી શ્રી દિનેશભાઈ પારસીયા દ્વારા હિસાબોનું વાંચન કરેલ. પ્રમુખ શ્રી દામજીભાઈ પોકાર દ્વારા ગત વર્ષ દરમ્યાન સમાજના
સભ્યોએ જે સાથ-સહકાર આપ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ચાલુ વર્ષની કારોબારી નીચે મુજબ છે.

પ્રમુખ : શ્રી રામજીભાઈ ધનજીભાઈ લીંબાણી (ઘડુલી), ઉપપ્રમુખ : શ્રી દિનેશભાઈ અરજણભાઈ પારસીયા (દયાપર), મહામંત્રી : શ્રી પુરૂષોત્તમભાઈ જાદવજીભાઈ
સેંઘાણી (ધારેશી), સહમંત્રી : શ્રી પુરૂષોત્તમભાઈ ભીમજીભાઈ નાકરાણી (નખત્રાણા) ,

ખજાનચી : શ્રી શિવજીભાઈ કાનજીભાઈ પોકાર (વાલ્કા મોટા).

નવા પ્રમુખ શ્રી રામજીભાઈ લીંબાણીએ સમાજ વિકાસમાં આપને સૌ સહભાગી બનીએ અને પ્રેમ અને સહકારની ભાવનાથી આગળ વધીએ તેવું કહ્યું હતું.

તા. ૧૦-૭-૧૬, રવિવારે યુવક મંડળની સામાન્‍ય સભા પ્રમુખ શ્રી અલ્કેશભાઈ મૈયાતના અધ્યક્ષસ્થાને રાખેલ. ખજાનચી શ્રી નિલેશભાઈ સાંખલા દ્વારા હિસાબો રજૂ
કરાયેલ. પ્રમુખ શ્રી અલ્કેશભાઈ મૈયાતના કાર્યકાળ પૂર્ણ થયો તે દરમ્યાન સૌ સભ્યોએ સાથ-સહકાર આપી વિકાસના કાર્યમાં મદદરૂપ થવા બદલ આભાર માનેલ.
નવી કારોબારીની રચના નીચે મુજબ કરવામાં આવી.

પ્રમુખ : શ્રી સુરેશભાઈ વેણીભાઈ નાકરાણી (નખત્રાણા) , ઉપપ્રમુખ : શ્રી નિલેશભાઈ માવજીભાઈ સાંખલા (રવાપર), મહામંત્રી : શ્રી હેન્સીભાઈ ડાહ્યાભાઈ નાકરાણી
(નખત્રાણા) , સહમંત્રી : શ્રી સાવન શિવજીભાઈ પોકાર (વાલ્કા મોટા) અને ખજાનચી : શ્રી અનિલભાઈ વાલજીભાઈ રામાણી (ઘડાણી) .

ભરૂચ સમાજની મહિલાશક્તિએ મીટીંગ યોજી :

ભરૂચ : ગત તા. ૨૬-૬-૧૬ના ભરૂચ સમાજની મહિલાશક્તિએ મીટીંગનું આયોજન કર્યું હતું. સમાજની તમામ માતાઓ પાસેથી આપની સમાજની પ્રગતિ કેવી રીતે
કરવી એ વિષય ઉપર માર્ગદર્શન મેળવ્યું. ત્યારબાદ આવનાર તહેવારની ઉજવણી કેવી રીતે કરવી તે માટે તમામ મહિલા પાસેથી માર્ગદર્શન લઈ તેનું સુંદર રીતે
આયોજન કર્યું. સમાજની પુત્રવધૂઓ દ્વારા રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકો, વહુઓ તથા માતાઓએ હદયપૂર્વક ઉત્સાહથી ભાગ
લીધો હતો. વિજેતા મહિલાને વિજેતા જાહેર કરી સન્‍માનિત કરવામાં આવેલ.