કચ્છજા વાવડ / અષાઢી બ્રીજે રૂડાણી (શીરવી) પરિવારનું સ્નેહ મિલન યોજાયું


નખત્રાણા : (અમારા પ્રતિનિધિ શ્રી ઈશ્વરભાઈ માવજી ભગત, નખત્રાણા દ્વારા)

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સનાતન રૂડાણી (શીરવી) પરિવારની વાર્ષિક સામાન્ય સભા અને સ્નેહ મિલન અષાઢી બીજ તા. ૬-૭-૧૬ના ના પૂ.
રણમલદાદાના સ્થાનક, નખત્રાણા ખાતે યોજવામાં આવેલ. સંસ્થાના પ્રમુખ શ્રી ધનજીબાપા રૂડાણીના પ્રમુખસ્થાને યોજાયેલ સામાન્ય સભામાં શ્રી હરીભાઈએ સૌને
આવકારેલ. પ્રમુખશ્રી અને ઉપસ્થિત સંતગણ સાથે ચ્યવન ત્રડષિ અને પૂ. શ્રી રણમલદાદા પાસે દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ. પ્રાર્થના બાદ પરિવારમાં સદ્ગત
આત્માઓ માજી ઉપપ્રમુખ લાલજીભાઈ પેથાભાઈ (પલીવાડ) તેમજ પ્રીતિબેન સુરેશભાઈ (ઉપપ્રમુખ શ્રી ડૉ. અમૃતભાઈના નાનાભાઈના ધર્મપત્ની) તેમજ નામી-અનામી
આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. ઉપપ્રમુખ શ્રી મનસુખભાઈ રૂડાણી દ્વારા સર્વે પરિવારજનોને આવકારવામાં આવેલ. મંત્રી શ્રી અરવિંદભાઈ દ્વારા ગત
વર્ષની મીનીટબુકનું વાંચન કરવામાં આવેલ. જેને બહાલી આપવામાં આવેલ. ખજાનચી શ્રી ભાણજીભાઈ દ્વારા હિસાબોની રજૂઆત કરવામાં આવેલ. ઉપસ્થિત
ચ્યવન ત્રડષિ આશ્રમ, બડવાહના સંતો શ્રી વિજયદાસજી મહારાજ, શ્રી ઔધેશાનંદજી મહારાજ અને સેવકશ્રી તેમજ ભૂમિદાનના દાતાશ્રીઓનાં શાલ ઓઢાડી
સન્‍માન કરવામાં આવેલ.

ઉપસ્થિત બંને સંતો દ્વારા પોતાના આશીર્વચનમાં જણાવેલ કે અમારા ગોત્રના પરિવારજનોને મળી ખૂબ જ આનંદ થયો. દર અષાઢી બીજે કચ્છી નવા વર્ષે સાથે
મળતા પરિવારજનો એકતા બતાવે છે. તેઓએ ચ્યવન ત્રડષિના વંશજો ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ઉજ્જૈન વિગેરે સ્થળોએ આવેલા છે. ભારતમાં ચ્યવન ત્રડષિના
કુલે ૨૨ આશ્રમો આવેલ છે. બડવાહ ઉપરાંત ગુજરાતમાં સુત્રાપાડા નજીક પણ આશ્રમ આવેલ છે. રૂડાણી પરિસરમાં અત્યારે દેવસ્થાન ઉપરાંત બિલ્ડીંગ આવેલ છે.
જ્યારે પાછળ વિશાળ પ્લોટ આવેલ છે. ગઈ કાલે કારોબારીમાં નક્કી થયા મુજબની ચર્ચા રજૂ કરતાં શાંતિભાઈ મેઘજીએ જણાવેલ કે ૧ રૂમના ચાર લાખ એવા ૧૦
રૂમનું આયોજન છે. સાથે નીચે ગ્રાઉન્ડ ફલોરમાં સવાલાખ લેખે બે સ્ટોર રૂમ બનશે. એજ રીતે ૪ ગાળા બનશે. જે દરેક સવાલાખના રહેશે. બાથરૂમના બાંધકામ
ઉપરાંત ઓફિસ રીનોવેશન કરી ફ્નિચરથી આધુનિક ઓપ આપવાનું સર્વાનુમતે નક્કી કરેલ.

૧૦ રૂમના બાંધકામ પૈકી ૯ દાતાઓનાં નામ નોંધણી થઈ ગયેલ છે તેમજ સહયોગી દાતાઓનાં નામ પણ નોંધાયેલ છે. આગામી ૩૩મા વર્ષના મહાપ્રસાદના દાતા
તરીકે સ્વ. વસ્તાભાઈ ઉકેડા પરિવાર (જીયાપર) હ. અમૃતભાઈના નામની જાહેરાત કરવામાં આવેલ. સૌ દાતાઓને વધાવી લેવામાં આવેલ. ખુલ્લા મંચમાં
હસમુખભાઈ પરબત (અંગીયા)એ જણાવેલ કે પરિવારમાં સ્નેહ મિલન અને વિકાસ કાર્યો થઈ રહ્યાં છે. જે માટે કારોબારી સમિતિ અને અન્યો અભિનંદને પાત્ર છે.
એ જ રીતે રેખાબેન પાચાણી (નખત્રાણા) એ અષાઢી બીજ નવા વર્ષે દરેક પરિવારજનોને અભિનંદન પાઠવેલ. ઉપસ્થિત સંતોએ આશીર્વાદમાં જણાવેલ કે નવું વર્ષ
સર્વે પરિવારજનોને લાભદાયી નીવડે. વધુમાં ચ્યવન ત્રડષિનું જીવન ચરિત્ર રજૂ કરેલ. પરિવાર ઉતરોત્તર પ્રગતિ કરે એવી પ્રાર્થના સાથે આશીર્વાદ આપેલ.

પ્રમુખ શ્રી ધનજીબાપાએ પોતાના ઉદ્બોધનમાં જણાવેલ કે ટી.વી.માં “કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” ક્ચ્છ વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયું છે. જેનું મને ગર્વ છે.
વધુમાં તેઓએ અષાઢી બીજનું મહત્વ પણ સમજાવેલ. પરિવારના સ્થાનક ખાતે અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. જેની વ્યવસ્થા માટે નખત્રાણાના શ્રી વેલજીભાઈ શિવજી
રૂડાણી અને શ્રી કેશવલાલ રાજાભાઈ રૂડાણીને જવાબદારી સોપવામાં આવેલ છે, જેમાં પાંચ-પાંચ હજારના દાતાઓ સહયોગી બનીને પોતાનું યોગદાન આપેલ.
સામાન્ય સભામાં સંચાલન મંત્રી શ્રી અરવિંદભાઈ (સાંયરા) , હરીભાઈ (દેશલપર-ભૂજ)એ કરેલ. જ્યારે આભારવિધિ શ્રી ગોવિંદભાઈ ડાયાભાઈ (દેવપર)એ કરેલ.
સામાન્ય સભાના આગલા દિવસે પ્રમુખ શ્રી ધનજીબાપાના અધ્યક્ષસ્થાને કારોબારી સભા મળેલ, જેમાં સામાન્ય સભામાં રજૂ કરવાના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં
આવેલ. મુખ્યત્વે બાંધકામ માટેની ચર્ચામાં પાછળના પ્લોટમાં ૧૦ રૂમ તેમજ નીચે ભોજનશાળા, ૨ સ્ટોર રૂમનું બાંધકામ કરવાનું નક્કી કરેલ. ૧ રૂમના રા.
૪,૦૦,૦૦૦/- લેખે તેમજ ભોજના શાળા માટે ૧ ગાળાના રા. ૨,૫૧,૦૦૦/- લેખે, સ્ટોર રૂમના ર્‌।. ૧,૨૫,૦૦૦/- પ્રમાણે તેમજ ર્‌।. ૧૦,૦૦૦/-ના સહયોગી દાતા
લેવાનું નક્કી કરવામાં આવેલ. ખાતમુહુર્ત ઉછામણી બોલી ર।. ૬૧,૦૦૦/- શ્રી રવજીભાઈ શામજી પાયાણી પરિવારના નામની જાહેરાત થયેલ. કારોબારી સભામાં
ભાડા વધારા અંગે પણ ચર્ચા કરવામાં આવેલ. બે દિવસના કાર્યક્રમમાં સુંદર ભોજન અને નિવાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ.