કચ્છજા વાવડ / મેઘપર (બોરીચી)ની નવાજુની


મેઘપર (બોરીચી) : (અમારા પ્રતિનિધિ શ્રી ભોગીલાલ કે. પાટીદાર, ગાંધીધામ દ્વારા)

(૧) હોળીની રાત્રે શ્રી લક્ષ્મીનારાયણ સમાજ દ્વારા નાટકોનું આયોજન કરાયું :

હોળી પ્રાગટ્ય બાદ જામજોધપુરની નાની બાળાઓ દ્વારા આયોજિત “મા-બાપને ભુલશો નહિ” નાટક દ્વારા સર્વેની આંખો ભીંજવી દીધી હતી. ચોટદાર સંવાદો
અને ઉત્કૃષ્ટ અભિનય દ્વારા સૌની પ્રશંસા પ્રાપ્ત કરી હતી. કરૂણ રસ બાદ માહોલ હળવો કરતો હાસ્ય રસથી ભરપૂર “દંપતિનો દેકારો” સંવાદ નાટિકા વડે
હાસ્યના ફુઆરાઓ ઉડ્યા હતા. હોળી પ્રાગટ્ય બાદ સૌ સાથે મળી સમૂહ ભોજન લીધું. સાંજે ૪-૦૦ વાગે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે
ઉપસ્થિત કેન્દ્રિય સમાજના પ્રમુખ શ્રી ગંગારામભાઈ સાંખલાનું અભિવાદન મેઘપર સમાજના પ્રમુખ શ્રી હિરાભાઈ પોકારે કરેલ. યુવક મંડળ અને મહિલા મંડળે
કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(૨) સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું :

તા. ૧૬-૪-૧૬ને શનિવારની રાત્રે ૯-૩૦ કલાકે કલ્યાણજીબાપાનગર મધ્યે હેમચંદ્ર યાદવની મંડળી ગાંધીધામ દ્વારા સુંદરકાંડના પાઠનું સંગીતમય પઠન કરવામાં
આવેલ. મંડળી દ્વારા સુંદરકાંડના પાઠ દ્વારા હનુમાનજી મહારાજના ચરિત્ર્ય ગુણવાન દ્વારા ભક્તિભાવથી શ્રોતાઓને ભીંજવી દીધા હતા. સાક્ષાત બાળ હનુમંતનું
આરતી સમયે પ્રાગટ્યથી દૈદિપ્યમાન આભા રચાઈ હતી. તેમની આરતી અને દર્શનનો લોકોએ લાભ લીધો હતો. આ પૂર્વે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કેશુભાઈ
પટેલના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવેલ. સમાજના સર્વે સભ્યોએ રાત્રે સમૂહ ભોજન સાથે લીધેલ.

(૩) જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો :

“ઈમાનદારી, ચારિત્ર્ય શુદ્ધતા અને ખુમારી દરેક ક્ષેત્રમાં જરૂરી છે. રાજકારણમાં પણ ખુમારીથી રહેતા આવડવું જોઈએ. સમાજ તરફથી આવી હૂંફ મેળવી
સામાજિક જવાબદારીઓ નિભાવવાનો પણ પ્રયત્ન કરીએ છીએ.”

શ્રી કેશુભાઈ પટેલ જિલ્લા ભાજપ અધ્યક્ષ તથા ડાયરેક્ટરશ્રી, પ્રવાસન નિગમે તેમના અભિવાદનના પ્રત્યુત્તરમાં ઉપર મુજબ જણાવેલ.

જ્યારે રાજકારણની જરૂર જન્મથી મરણ સુધી પડે છે. તેથી તેના પ્રત્યે સુગ નહિ પણ સ્વીકારની જરૂર છે. તેના વગર ચાલે એમ નથી એવું શ્રી છબીલભાઈ પટેલ
(માજી ધારાસભ્યશ્રી અને ડાયરેક્ટરશ્રી, ગુજરાત રાજ્ય બીજ નિગમ)એ જણાવેલ.

સમાજ દ્વારા મહેમાનોનું શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવેલ. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સમાજના પ્રમુખ શ્રી હિરાભાઈ ખેતાભાઈ પોકાર હતા. પ્રાસંગિક
ઉદ્બોધન સમાજના ઉપપ્રમુખ શ્રી જ્યંતિભાઈ ક્ચરાભાઈ પોકારે કરેલ. ગાંધીધામ, અંજાર, ગુણાતીતપુર સમાજના સભ્યોએ ઉપસ્થિત રહી કેશુભાઈને સન્‍માનિત
કરેલ. યુવક મંડળ અને મહિલા મંડળ (મેઘ્યપર-બોરીચી) નો સહયોગ મળેલ. શ્રી વાડીલાલ રૂડાણી (મંત્રીશ્રી, મેઘપર સમાજ)એ કાર્યક્રમનું સંચાલન કરેલ.